Site icon Revoi.in

સુશીલ કુમાર તિહાર જેલમાં કેદીઓને કુસ્તી અને ફિટનેસની તાલીમ આપે છે

Social Share

નવી દિલ્હીઃ બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર પાસેથી 6 થી 7 જેટલા કેદીઓ કુસ્તી અને શારીરિક તાલીમ લઈ રહ્યા છે, સુશીલ કુમારની સાગર રાણા હત્યાના કેસમાં સંડોવણી બદલ ગયા વર્ષે ધરપકડ કરી હતી અને હાલ તિહાર જેલમાં બંધ છે.

કુસ્તીબાજ સાગર રાણાની હત્યા કેસમાં પકડાયેલા ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારે તિહાડ જેલમાં કેદીઓને કુસ્તી અને ફિટનેસની તાલીમ આપવાનું શરૂ કર્યું છે. કેટલીક ફ્રી હેન્ડ એક્સરસાઇઝ કરીને પોતાને ફીટ રાખતા સુશીલને કેદીઓને ટ્રેનિંગ આપવા માટે જેલ સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હતી. હાલમાં 6 થી 7 કેદીઓ કુસ્તીની કળા શીખી રહ્યા છે અને સુશીલ પાસેથી શારીરિક તાલીમ પણ લઈ રહ્યા છે.

છેલ્લા 2 વર્ષથી, કોવિડ -19 ને કારણે, જેલમાં ઘણા પ્રતિબંધો અમલમાં હતા. જોકે કોરોના ના કેસ કાબૂ માં આવતા જેલ માં કેદીઓ ને કુશ્તી માટે ની પરવાનગી આપવામાં આવી છે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આવી યોજના પહેલાથી જ હતી, પરંતુ કોવિડની ત્રીજા લહેરને કારણે આ યોજના મોકૂફ રાખવામાં આવી હતી. જો કોઈ કેદી સુશીલ કુમાર પાસેથી તાલીમ લેવા ઈચ્છે તો તે લઈ શકે છે કારણ કે તેમને વ્યસ્ત રાખવાથી ડિપ્રેશનથી બચવામાં મદદ મળશે.

સુશીલ કુમારની 2021માં ધરપકડ કરવામાં આવી હતી, તે ગયા વર્ષે જૂનથી તિહાર જેલમાં બંધ છે. કુસ્તી સ્ટાર અને તેના સહયોગીઓએ 23 વર્ષીય કુસ્તીબાજ સાગર ધનકર, તેના મિત્ર સોનુ અને અન્ય ત્રણ લોકો પર 4 અને 5 મેની વચ્ચેની રાત્રે મિલકતના વિવાદને લઈને સ્ટેડિયમમાં કથિત રીતે હુમલો કર્યો હતો.