Site icon Revoi.in

સુષ્મિતા સેનની પ્રોપ્યુલ વેબસિરીઝ આર્યા 3નું ટિઝર લોંચ – ધાકડ અવતારમાં જોવા મળી અભિનેત્રી

Social Share

મુંબઈઃ બોલિવૂડની અભિનેત્રી સુષ્મિતા સેનની પોપ્યુલર વેબ સિરીઝ આર્યા પાર્ટ 1 અને પાર્ટ 2 ખૂબ વખાણાઈ હતી ત્યારે ત્યારે હવે આર્યા વેબસિરીઝની ત્રીજી સિઝન પણ આવી રહી છે જેનું ટિઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

https://www.instagram.com/disneyplushotstar/?utm_source=ig_embed&ig_rid=e438de68-624a-40a2-906a-09af2ed605b7

સુષ્ટિમાતા સેન આ ટિઝરમાં ધાકડ અંદાજમાં જોવા મળી છે હાથમાં બિસ્ટોલ અને શૂટ બૂટમાં સજ્જ થઈને ફૂલ એટિટ્યૂડમાં સુષ્મિતા સેન શાનદાર લાગી રહી છે,આ પહેલાની બન્ને સિરીઝમાં પણ સુષ્મિતાનો રોલ તારીફેકાબિલ હતો લોકોએ આ વેબસિરીઝ પર ખૂબ પ્યાર વર્ષાવ્યો છે.ત્યારે હવે આર્યા 3 પણ હવે દર્શકોને જોવા મળશે.

ડિઝની પ્લસ હોટસ્ટાર્સ પર આ સિરીઝે ઘીમ મચાવી હતી ત્યારે હવે સિઝન 3 ને લઈને દર્શકો વધુ ઉત્સાહિત છે,  આ સિરીઝ ટૂંક સમયમાં રિલીઝ થશે અને હાલમાં તેનું શૂટિંગ ચાલી રહ્યું છે.

આ ટિઝર શેર કરતા આ કેપ્શનમાં લખ્યું છે કે, ‘તે પરત  આવી છે અને તેનો અર્થ બિઝનેસ છે.’ 16 સેકન્ડના આ ટીઝરમાં સુષ્મિતા સેનને ખૂબ જ દમદાર અવતારમાં નજરે પડી છે. બ્લેક ફુલ સ્લીવ ટોપમાં  તે પહેલા પિસ્તોલ લોડ કરતી જોવા મળે છે અને પછી સિગાર પીતી વખતે કેમેરા તરફ નજર કરતી જોઈ શકાય છે.

Exit mobile version