Site icon Revoi.in

ગણતંત્ર પર્વને લઈને જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકી હુમલાની શંકા- પઠાણકોટ રાજમાર્ગ પર સુરક્ષાદળ એલર્ટ 

Social Share

 

શ્રીનગર- 2જ જાન્યુઆરી ગણતંત્રના દિવેસે સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે, રાજધાની દિલ્હીમાં એલર્ટ બાદ હવે જમ્મુ કાશ્મીર પઠાણકોટ રાજમાર્ગ પર સુરક્ષાદળો એક્શમ મોડમાં આવ્યા છે.અહીં આતંકી હુમલાની શંકાને લઈને એલ્રટ જારી કરાયું છે.જેને લઈને હવે સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સુરક્ષા દળોની સાથે પોલીસે પણ પ્રજાસત્તાક દિવસને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. પાકિસ્તાન તરફથી મળેલા ઈનપુટના કારણે પ્રજાસત્તાક દિને ભારત-પાકિસ્તાન સરહદેથી આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. આ સંદર્ભે સુરક્ષા દળોની સાથે પોલીસ પણ હાઈવે પર નાકાબંધી કરીને આવતા વાહનોનું ચેકિંગ કરી રહી છે.

આ સાથે જ એજન્સીઓએ પ્રજાસત્તાક દિવસના અવસર પર આતંકવાદી હુમલાની શક્યતા વ્યક્ત કરી છે. જેના કારણે કાશ્મીરથી પઠાણકોટ સુધી સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે પઠાણકોટ-જમ્મુ નેશનલ હાઈવે પર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે પંજાબમાં થોડા દિવસો પહેલા આતંકવાદી ગતિવિધિઓ તેજ થયા બાદ અને IED મળ્યા બાદ સુરક્ષા દળો એલર્ટ પર છે.

આ ઉપરાંત સૈનિકોએ આંતરરાષ્ટ્રીય સરહદ પર પેટ્રોલિંગ પણ વધારી દીધું છે. કઠુઆ અને સાંબા જીલ્લામાં તમામ મહત્વના મથકો પર સુરક્ષા સઘન કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન સહિતના મહત્વના સ્થાપનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ સાથે જ બીજી તરફ, જમ્મુમાં ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય સ્થળ એમએ સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સુરક્ષા દળો સમગ્ર વિસ્તારમાં વાહનોની તપાસ કરી રહ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં બીએસએફ,પોલીસ, સેના અને સીઆરપીએફના  જવાનો તૈનાત કરી દેવાયા છે.