Site icon Revoi.in

આજે સ્વામી દયાનંદની 200મી જન્મજયંતિ  – PM મોદી  11 વાગ્યે દિલ્હીના સ્ટેડિયમ ખાતે વર્ષભરની ઉજવણીનું કરશે ઉદ્ધાટન, સભાને પણ સંબોધશે

Social Share
દિલ્હીઃ- આજરોજ 12 ફેબ્રુઆરીએ  મહર્ષિ દયાનંદ જયંતિ ઉજવવામાં આવી રહી છએ ત્યારે પ્રધાનમંત્રી  મોદી મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે રઆજરોજ  રોજ સવારે 11 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વર્ષભર ચાલતી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે.
આ સાથે જ પીએમ મોદી આ  પ્રસંગે જાહેર સભાને પણ સંબોધિત કરશે.માહિતી વડાપ્રધાન કાર્યાલય દ્વારા શેર કરવામાં આવી છે.12 ફેબ્રુઆરીની તારીખ દેશ અને દુનિયાના ઈતિહાસમાં મહત્વની છે. સમગ્ર વિશ્વ આ તારીખને સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ તરીકે ઉજવે છે.
મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ 12 ફેબ્રુઆરી, 1824ના રોજ થયો હતો. એક સમાજ સુધારક તરીકે, તેમણે 1875માં તત્કાલીન પ્રચલિત સામાજિક અસમાનતાઓ સામે લડવા આર્ય સમાજની સ્થાપના કરી. આર્ય સમાજે સામાજિક સુધારા અને શિક્ષણ પર ભાર મૂકીને દેશના સાંસ્કૃતિક અને સામાજિક જાગૃતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
સ્વામી દયાનંદ સરસ્વતીએ 1875માં ગિરગામમાં આર્ય સમાજની સ્થાપના કરી. આર્યસમાજના નિયમો અને સિદ્ધાંતો તમામ જીવોના કલ્યાણ માટે છે. તેઓ હંમેશા વેદની સત્તાને સર્વોપરી માનતા હતા. સ્વામીજીએ કર્મ સિદ્ધાંત, પુનર્જન્મ, બ્રહ્મચર્ય અને ત્યાગને તેમની ફિલસૂફીનો મુખ્ય આધાર બનાવ્યો.