Site icon Revoi.in

મીઠા-મીઠા ચીકુના છે અનેક ગુણ: અનેક રોગોમાં છે ફાયદાકારક

Social Share

ઉનાળાની ઋતુમાં ખુદને હેલ્ધી રાખવા માટે ફળો ખાવાનું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે ફળોમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. જે શરીરમાં એનર્જી બનાવીને રાખે છે.એવામાં અમે તમને એક એવા ફળ વિશે જણાવવાના છીએ. જે ઉનાળામાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ ચીકુની. નાનકડા એવા ચીકુ ઉનાળામાં ખૂબ ઉપયોગી થઇ શકે છે. અમે તમને ચીકુથી સંબંધિત આવા કેટલાક ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ.

ખરેખર,ચીકુમાં પોટેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય ચીકુમાં એન્ટી-ઇન્ફ્લેમેટરીના ગુણ પણ જોવા મળે છે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

ચીકુ ખાવાના ફાયદા :

1. ચીકુ ખાવાથી શરીરમાં પાણીની કમી રહેતી નથી,કારણ કે શરીરમાં ડિહાઇડ્રેશન રાખનારા તત્વો ચીકુમાં જોવા મળે છે. ચીકુમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે,જેના કારણે શરીરમાં પાણીની કમી રહેતી નથી. તો જો તમે ઉનાળામાં ચીકુ ખાઓ છો, તો તે તમારા માટે ફાયદાકારક છે.

2. ઉનાળાની ઋતુમાં ગેસ અને કબજિયાતની સમસ્યા ઘણીવાર જોવા મળે છે. એવામાં ચીકુએ ગેસ અને કબજિયાતથી બચવા માટે એક સારો ઉપાય છે.ચીકુમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. જે શરીરના પાચક કાર્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી,પેટને યોગ્ય રાખવા માટે ઉનાળામાં ચીકુ ખાવું જોઈએ

૩. ચીકુમાં મિનરલ અને વિટામિન ભરપુર માત્રામાં હોય છે. ખાસ વાત એ છે કે, ઉનાળામાં આપણી રોગ પ્રતિકાર ક્ષમતા અન્ય ઋતુઓ કરતા થોડી ઓછી હોય છે. એવામાં ચીકુ ખાવાથી શરીરમાં શક્તિ રહે છે. ચીકુ એક એન્ટી ઓક્સિડેન્ટ હોવાનું મનાય છે. જે શરીરમાંથી ખરાબ પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે ચીકુ આપણને અનેક રોગોથી બચાવે છે.

4. બ્લડ પ્રેશરની બીમારી આજકાલ એક મોટી સમસ્યા બની રહી છે. ચીકુ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ફાયદાકારક છે. ચીકુનું સેવન કરવાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે,જ્યારે શરીરમાં હાઈ બ્લડ પ્રેશર પણ કંટ્રોલ થાય છે.

-દેવાંશી