Site icon Revoi.in

ઠંડીને કારણે આંગળીઓ પર સોજો આવી ગયો છે ? તો આ ઘરેલું ટિપ્સ થશે મદદરૂપ

Social Share

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે.ઠંડા પવનોએ લોકોની ખરાબ હાલત કરી છે. ઠંડીની અસરને કારણે ઘણા લોકોને હાથ-પગની આંગળીઓમાં સોજા આવવાની સમસ્યા રહે છે.વાસ્તવમાં ઠંડીની અસરને કારણે શરીરની કેટલીક નસો સંકોચાઈ જાય છે.તેની સીધી અસર રક્ત પરિભ્રમણ પર પડે છે, જેના કારણે આંગળીઓ અને અંગૂઠામાં સોજો આવે છે.સોજા દરમિયાન આંગળીઓમાં લાલાશ થાય છે અને ખૂબ દુખાવો થાય છે.ઠંડું પાણી આંગળીઓમાં ખંજવાળ પેદા કરે છે. જો તમે પણ શિયાળામાં દર વખતે આ સમસ્યાનો સામનો કરો છો, તો કેટલાક ઘરેલું ઉપચાર તમારા માટે મદદરૂપ થઈ શકે છે.

સરસવનું તેલ

સોજાની સમસ્યાને દૂર કરવા માટે સરસવના તેલમાં લગભગ એક ચમચી સેંધા મીઠું અને લસણની થોડીક કળીઓ નાખો અને આ તેલને સારી રીતે ગરમ કરો. રાત્રે સૂતી વખતે તેને પગના અંગૂઠામાં લગાવો અને મોજાં પહેરો.આવું સતત બે થી ત્રણ દિવસ કરવાથી તમને ઘણો ફાયદો થશે.

ડુંગળીથી પણ ફાયદો થાય છે

સોજાની સમસ્યાને દૂર કરવા માટે ડુંગળી પણ ઉપયોગી છે. ડુંગળીમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિબાયોટિક ગુણ હોય છે, જે શરીરની બળતરા ઓછી કરે છે અને સાથે જ ખંજવાળની સમસ્યાથી પણ રાહત આપે છે.તમે ડુંગળીનો રસ કાઢીને આંગળીઓ પર લગાવો.લગભગ અડધા કલાક પછી તમારા હાથ અને પગને હુંફાળા પાણીથી ધોઈ લો.

લીંબુનો રસ

લીંબુને કાપીને સહેજ ગરમ કરો અને તેનો રસ આંગળીઓ પર લગાવો. લીંબુનો રસ સોજો દૂર કરવાનું કામ કરે છે.

ઓલિવ તેલ અને હળદર

સોજાની સમસ્યાને દૂર કરવા માટે પણ ઓલિવ ઓઈલ ખૂબ જ ઉપયોગી છે.તેને ગરમ કરો અને તેમાં હળદર મિક્સ કરીને અસરગ્રસ્ત ભાગ પર લગાવો. આના કારણે સોજો ઘણી હદ સુધી સમાપ્ત થાય છે.