Site icon Revoi.in

T20 World Cup: આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે ભારત

Social Share

મુંબઈ : ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં ભારત અત્યાર સુધી બે મેચ જીતી ગયું છે અને હવે જો આજે ત્રીજી મેચ જીતી જાય તો લગભગ ભારત સેમિફાઈનલમાં ક્વોલિફાઈ થઈ જશે, આજે એટલે કે રવિવારે T20 World Cupના ગ્રૂપ-2માં ત્રણ મહત્વની મેચ રમાશે. એમાથી બે મેચો તો પર્થમાં જ યોજાશે.

પર્થમાં દિવસની પહેલી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડસ વચ્ચે થશે. જ્યારે બીજી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થશે. આ મેદાન ભારત માટે અનેક રીતે મહત્વનુ છે. પાકિસ્તાનની આ જ મેદાન પર ઝીમ્બાબ્વે સામે શરમજનક હાર થઈ હતી. આ ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડકપની રેસમાં ટકી રહેવા માટે પાકિસ્તાને આ મેચ જીતવી જ પડે તેવી સ્થિતિ છે.

ભારત અને ઝીમ્બાબ્વે સામે પરાજય બાદ હવે જો હવે આ મેચ પણ પાકિસ્તાન હારી જાય તો સેમી ફાઇનલની રેસમાંથી બહાર થઈ જશે. પાકિસ્તાને ઝીમ્બાબ્વે સામેની મેચમાં એક ભૂલ કરી હતી જેને રિપીટ કરવાથી તે જરૂર દૂર ભાગશે. ભારતે પણ આ ભૂલ કરવાથી દૂર રહેવું પડશે.

પાકિસ્તાને ઝીમ્બાબ્વે સામેની મેચમાં એક ભૂલ કરી હતી અને ભારત પણ હવે એ જ ભૂલ કરે તો વર્લ્ડકપમાં પહેલી હારનો સામનો કરવો પડી શકે છે.