Site icon Revoi.in

ટી 20 વર્લ્ડ કપઃ- ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડને 56 રનથી હરાવી શાનદાર જીત મેળવી

Social Share

દિલ્હીઃ- ટી 20 વર્લ્ડ કપમાં આજે નેધરલેન્ડ સામે ભારતની શાનદાર જૂત થઈ છે, ભારતીય ટીમ આજે T20 વર્લ્ડ કપમાં પોતાની બીજી મેચ રમી રહી હતી. રોહિત શર્માએ ગુરુવારે સિડનીમાં નેધરલેન્ડ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં બે વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી.

સુપર-12 રાઉન્ડની બીજી મેચમાં ભારતે નેધરલેન્ડને 56 રને હરાવ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 53 રન બનાવ્યા હતા.  180 રનનો ટાર્ગેટ પૂરો કરવા માટે ઉતરેલી નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 124 રન જ બનાવી શકી હતી.

આ સાથે જ વિરાટ કોહલીએ 44 બોલમાં 62 રન અને સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 51 રનની અણનમ ઇનિંગ રમી હતી. જવાબમાં નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી. નેધરલેન્ડ તરફથી ટિમ પ્રિંગલે 20 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિને બે-બે વિકેટ લીધી હતી. આ સાથે જ મોહમ્મદ શમીને એક વિકેટ મળી હતી.

આ જીત સાથે ટીમ ઈન્ડિયા સુપર-12 રાઉન્ડના ગ્રુપ-2માં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ભારતના બે મેચમાં બે જીત સાથે ચાર પોઈન્ટ છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રણ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. બાંગ્લાદેશની ટીમ બે પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારત હવે 30 ઓક્ટોબરે પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.