Site icon Revoi.in

ઉનાળામાં વાળની રાખો સંભાળ,સૂર્ય કિરણો પણ નહીં પહોંચાડે નુકસાન

Social Share

ઉનાળાની ઋતુમાં સૂર્યની હાનિકારક યુવી કિરણો વાળને નુકસાન પહોંચાડે છે. જેથી વાળ સફેદ અને ડ્રાઇ થઇ જાય છે. ઉનાળામાં સૂર્યપ્રકાશને કારણે માથામાં પરસેવો આવે છે..જેના કારણે વાળ વધુ ખરાબ થાય છે. રિપોર્ટ મુજબ, ચાલો જાણીએ ઉનાળામાં કેવી રીતે પોતાના વાળનું રક્ષણ કરવું.

ઉનાળાની ઋતુમાં એવા હેર પ્રોડક્ટનો ઉપયોગ કરો, જે સનસ્ક્રીનવાળા હોય.જેથી સૂર્યની હાનિકારક કિરણોથી વાળની રક્ષા થઇ શકે.વાળને અંદરથી સુરક્ષિત રાખવા માટે યુવી-ફિલ્ટર સાથે લીવ-ઇન કંડીશનર જેમાં ડીમેથકોન હોય છે, તે વાળને સૂર્યપ્રકાશ અને ધૂળથી બચાવે છે. જો કે,વાળને સૂર્ય અને ધૂળની અસરથી બચાવવા માટે તમે કેપ અથવા સ્કાર્ફથી પણ કવર કરી શકો છો. અથવા છત્રીનો ઉપયોગ યુવી કિરણોથી વાળને સુરક્ષિત કરવા માટે પણ કરી શકાય છે.

જો તમે બીચ સાઇડ વેકેશન પર જાવ છો, તો થોડા અઠવાડિયા અગાઉ તમારા વાળને હેર કલર કરવાનું છોડી દો. સૂર્યનાં કિરણો વાળ પર બ્લીચની જેમ કામ કરે છે. તે વાળમાં મેલેનિન સાથે રીએક્શન આપે છે અને પરિણામે વાળનો રંગ દૂર થાય છે. આ સાથે તે કેરાટિનને પણ નુકસાન પહોંચાડે છે.

વાળને મજબૂત કરવા માટે તમારા ડાયટમાં એન્ટીઓકિસડેંટને સામેલ કરો. સૂર્ય કિરણો ઓક્સિડેટીવ રીતે વાળને નુકસાન પહોંચાડે છે. તેનાથી બચવા માટે તમારા આહારમાં એવા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો જે એન્ટીઓકિસડેંટથી ભરપૂર હોય છે.

દેવાંશી