Site icon Revoi.in

ગુજરાતમાં યુનિ.ની પરીક્ષાઓ ઓનલાઈન લેવી કે ઓફલાઈનઃ યુનિવર્સિટીઓ અવઢવમાં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે શિક્ષણને સૌથી વધુ અસર થઈ છે. શિક્ષણની ગાડી માંડ પાટે ચડી રહી હતી ક્યાં જ કોરોનાએ ફરીવાર માથું ઉચક્તા શિક્ષણ સંખ્યાઓ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ આપવાની ફરજ પડી રહી છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ લૉ ફેકલ્ટી સિવાય યુજી-પીજીના તમામ કોર્સના વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા આપવી કે ઓફલાઈન તેનો વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓને વિકલ્પ આપ્યા પછી ટુંક સમયમાં પરીક્ષા લેવાનું શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આગામી 30મી એપ્રિલ સુધી કોલેજો શરૂ થવાની નથી. માટે, આ સમય દરમિયાન યુનિવર્સિટી ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીટીયુ યુનિવર્સિટીએ ઓફલાઈન પરીક્ષાની જાહેર કરવામાં આવેલી તારીખો રદ કરવાની જાહેરાત કરી છે. યુનિવર્સિટીના અધિકારીઓ જણાવે છે કે, હવે આ સ્થિતિમાં 30મી સુધી કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરુ થવાનું નથી, તે પહેલા સેમેસ્ટરની બાકીના વિષયોની પરીક્ષા હવે 30મી સુધી ઓફલાઈન સિસ્ટમથી લઈ શકાય તેમ નથી. માત્ર આગામી દિવસોમાં આ પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે. હવે વિદ્યાર્થીઓને આ બાબતે વિકલ્પ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઓનલાઈ વિકલ્પ પસંદ કરશે તેમની પરીક્ષા 30 એપ્રિલ પહેલા પુરી કરી દેવામાં આવશે, જ્યારે ઓફલાઈનનો વિકલ્પ હશે તેમની પરીક્ષા 30મી પછી લેવામાં આવશે.

સેમેસ્ટર એક ઉપરાંત આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં સેમેસ્ટર 4 અને 6ની બાકી રહેલી પરીક્ષાઓમાં પણ આ વિકલ્પો આપવામાં આવશે. જો શિક્ષણની વાત કરવામાં આવે તો, રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી સરકારી અને ખાનગી કોલેજોમાં આગામી 30 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ અને પરીક્ષા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આદેશ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યો હતો. આ મુદ્દે કોલેજના આચાર્યોએ કહ્યુ હતું.  કે, સરકાર દ્વારા 30મી એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે પરંતુ અધ્યાપકો માટે વર્ક ફ્રોમ હૉમની સૂચના આપવામાં આવી નથી. જેના કારણે દરેક પ્રોફેસરોએ કોલેજમાં આવીને વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવાનો રહેશે. આ જ રીતે પ્રિન્સિપાલે પણ હાજર રહેવાનું રહેશે.