Site icon Revoi.in

તાલિબાનનો નવો રંગ, હવે છોકરીઓના ભણતર માટે 21 માર્ચ પછી ખોલી શકે છે દેશની તમામ શાળાઓ

Social Share

દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા જે રીતે લોકો પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે તેને લઈને સમગ્ર દુનિયાના લોકો જાણકાર છે. તાલિબાનના રાજમાં મહિલાઓ પર અનેક પ્રકારના અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા હતા અને તેમને નોકરી અને ભણતરથી દુર કરી દેવામાં આવ્યા હતા, પણ હવે પાછો તાલિબાનનો મૂડ બદલાયો છે.

જાણકારી અનુસાર અફઘાનિસ્તાનના નવા તાલિબાન શાસકો કહે છે કે તેઓ માર્ચના અંત સુધીમાં દેશભરમાં છોકરીઓ માટે તમામ શાળાઓ ખોલવાની આશા રાખે છે. ઓગસ્ટના મધ્યમાં તાલિબાનોએ દેશ પર કબજો જમાવ્યો ત્યારથી, અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારોમાં છોકરીઓને સાતમા ધોરણ પછી શાળાએ જવા દેવામાં આવી નથી. તાલિબાન સંસ્કૃતિ અને માહિતીના નાયબ પ્રધાન ઝબીહુલ્લા મુજાહિદે જણાવ્યું હતું કે, તેમનો શિક્ષણ વિભાગ 21 માર્ચથી શરૂ થતા અફઘાન નવા વર્ષ પછી તમામ છોકરીઓ અને મહિલાઓ માટે વર્ગો ખોલવા માંગે છે.

અફઘાનિસ્તાન પડોશી ઈરાનની જેમ ઈસ્લામિક સૌર હિજરી શમ્સી કેલેન્ડરને અનુસરે છે. મુજાહિદે એક ઈન્ટરવ્યુમાં કહ્યું અમે છોકરીઓના શિક્ષણની વિરુદ્ધ નથી. તાલિબાનના આદેશો અત્યાર સુધી એકસમાન નથી અને તેઓ પ્રાંત- દરપ્રાંતમાં બદલાય છે. દેશના 34 માંથી લગભગ 10 પ્રાંતો સિવાય છોકરીઓને સાતમા ધોરણ પછી સરકારી શાળાઓમાં વર્ગમાં જવાની મંજૂરી નથી. જો કે, રાજધાની કાબુલમાં ખાનગી યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શાળાઓની કામગીરી અવિરત ચાલુ છે. છોકરાઓ અને છોકરીઓ હંમેશા મોટાભાગના નાના જૂથોમાં અલગ પડે છે.