Site icon Revoi.in

તમિલનાડુ સરકારે કૉટન કેન્ડી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવ્યો, બેહદ ડરામણું છે કારણ

Social Share

ચેન્નઈ: તમિલનાડુની ડીએમકે સરકારે કોટન કેન્ડી પર રોક લગાવી દીધી છે. તેની પાછળનું કારણ બેહદ ડરામણું છે. તેને ધ્યાનમાં  રાખાીને એમ.. કે. સ્ટાલિનની સરકારે તાત્કાલિક અસરથી તેના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, કોટન કેન્ડીમાં કેટલાક એવા તત્વો જોવા મળ્યા છે, જેનાથી કેન્સર થઈ શકે છે. આના સંદર્ભે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ આ રોકને સંપૂર્ણપણે લાગુ કરાવે.

કેટલાક ટેસ્ટમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે કોટન કેન્ડીમાં એવા કેમિકલ આવે છે, જેના કારણે કેન્સર થઈ શકે છે. આ રિપોર્ટ બાદ તમિલનાડુ સરકારે રાજ્યમાં કોટન કેન્ડીને પ્રતિબંધિત કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી એમ. સુબ્રણ્યને તમામ ખાદ્ય સુરક્ષા અધિકારીઓને આદેશ આપ્યો છે કે તેઓ આ પ્રતિબંધને લાગુ કરવા માટે જરૂરી પગલા ભરે અને જરૂરી હોય તો કડક કાર્યવાહી પણ કરે.

આ મહીને પુડ્ડુચેરીમાં પણ કોટન કેન્ડી બનાવવા પર રોક લગાવાય હતી. બે દિવસ પહેલા જ તમિલનાડુમાં પણ ટેસ્ટ રિપોર્ટમાં કેન્સર કારક તત્વોની પુષ્ટિ થઈ, તો હવે તમિલનાડુ સરકારે પણ તેને પ્રતિબંધિત કરવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કોટન કેન્ડીમાં કપડાંમાં વપરાતી ડાઈ અને રોડોમાઈન-બી નામના કેમિકલનો ઉપયોગ થયા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006માં તેને અસુરક્ષિત ઘોષિત કરવામાં આવી હતી.

આરોગ્ય મંત્રી સુબ્રમણ્યને કહ્યુ છે કે આ કાયદા પ્રમાણે, રોડોમાઈન-બીથી બનેલી ખાવાની ચીજો વેચવી, તેની આયાત કરવી, તેને બનાવવી અને તેને પેક કરીને લગ્નોના કાર્યક્રમો અથવા અન્ય સમારંભોમાં પિરસવી એક દંડનીય અપરાધ છે.

Exit mobile version