Site icon Revoi.in

તમિલનાડુઃ લગ્નમાં મૃત પિતાનું મીણનું પુતળુ જોઈ કન્યા થઈ ભાવુક

Social Share

બેંગ્લોરઃ પિતા-પુત્રનો સંબંધ દુનિયાનો સૌથી અલગ હોય છે પિતા અને પુત્રી માટે બંને એકબીજા માટે વિશેષ હોય છે. દરમિયાન પિતા-પુત્રીના પ્રેમનો ભાવનાત્મક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તમિલનાડુમાં એક યુવતીના લગ્ન હતા. પરંતુ પિતાનું કોરોના કાળમાં અવસાન થયું હોવાથી યુવતી દુઃખી હતી. જો કે, પરિવારજનોએ યુવતીને એક સુંદર સરપ્રાઈઝ આપતા તેની ચહેરા ઉપર ખુશી અને આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. પરિવારજનોએ મૃત્યુ પામેલા પિતાનું મીણનું પુતળુ બનાવ્યું હતું. જે જોઈને દીકરી ભાવુક થઈ ગઈ હતી.

 

તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં આવેલા થાનાકાનંદલ ગામમાં રહેતા સેલ્વરેજ (ઉ.વ. 56)એ દીકરીના ધામધૂમથી લગ્ન કરાવવાનું સ્વપ્ન જોયું હતું. જો કે, કુદરતને કંઈક બીજુ જ પસંદ હશે તેમ કોરોના મહામારીમાં અવસાન થયું હતું. તાજેતરમાં જ તેમની દીકરીના લગ્ન યોજાયાં હતા. જો કે, પિતાની અનઉપસ્થિતિથી દીકરી દુઃખી હતી. જો કે, દીકરીના ચહેરા ઉપર ખુશી લાવવા માટે પરિવારજનોએ એક સુંદર સરપ્રાઈઝ ગ્રીફ્ટનું આયોજન કર્યું હતું. પરિવારજનોએ સેલ્વરેજની મીણનું પુતળુ બનાવ્યું હતું. લગ્નના મંડપમાં પિતાનું પુતળુ જોઈને દીકરીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા અને ભાવુક થઈને પુતળાને વળગી પડી હતી. આ દ્રશ્ય જોઈને લગ્નપ્રસંગ્રમાં ઉપસ્થિત પરિવારજનો અને મહેમાનોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. પિતા-પુત્રીના મિલનનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને પસંદ કરી રહ્યાં છે. તેમજ પોતાના અભિપ્રાય પણ આપી રહ્યાં છે.