Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પહેલા તંત્ર એલર્ટ, કાર્યક્રમોનું આયોજન થશે નહી, પણ મળશે કેટલીક છુટછાટ

Social Share

રાજકોટ શહેરના મેયર ડૉ.પ્રદિપ ડવ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ઠમીના તહેવારોનું ખુબજ મહત્વ હોય છે. વૈશ્વિક કોરોના મહામારીના કારણે ઘણા કાર્યક્રમો બંધ રાખવામાં આવેલા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આગામી જન્માષ્ઠમીના તહેવારો ધ્યાનમાં રાખી રાજકોટ પ્રાણીઉદ્યાન તેમજ શહેરમાં આવેલ બાગ-બગીચાઓ ખુલ્લા રાખવામાં આવશે. પરંતુ આ તમામ સ્થળોએ કોવિડની ગાઈડલાઈનનો અમલ કરવાનો રહેશે.

કોવિડ ગાઈડલાઈનનો અમલ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય સ્થળોએ મેડીકલ ટીમો, સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ શહેરીજનોએ પણ કોરોના સાવ ખતમ નથી તે ધ્યાનમાં રાખી કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા તેમજ ખાસ કરીને બાળકોની ખાસ તકેદારી રાખવા અંતમાં પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.

દેશમાં તથા રાજ્યમાં તહેવાર સમય પર લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડતી હોય છે અને કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે તંત્રને કોઈપણ પ્રકારની બેદરકારી પોસાય તેમ નથી. લોકોમાં કોરોનાના સંક્રમણનો ડર જતો રહ્યો હોય તેવું વર્તાઈ રહ્યું છે પણ હકીકતએ છે કે કોરોનાવાયરસને હળવાશ લેવો જોઈએ નહી.