Site icon Revoi.in

તાપસી પન્નુની ફિલ્મ ‘રશ્મિ રોકેટ’ ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ

Social Share

મુંબઈ:તાપસી પન્નુ કે જે પોતાની એક્ટિકની સ્કિલ માટે બોલિવૂડમાં ઓળખાય છે, દરેક પ્રકારના પાત્રને જીવીત કરીને પડદા પર ભજવનારી એક્ટ્રેસ તાપસી પન્નુની ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે તેવી જાણકારી આવી છે.

ફિલ્મ નિર્માતા દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે,ફિલ્મ થિયેટરોને બદલે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.તાપસીની નવી ફિલ્મ રશ્મિ રોકેટ ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો તાપસીની આગામી ફિલ્મ રશ્મિ રોકેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ફિલ્મમાં એક યુવાન છોકરીની કહાની બતાવવામાં આવી છે,જે એક નાના ગામમાંથી આવે છે.ભગવાને તેને એક ખાસ ભેટ આપી હોય છે. ફિલ્મમાં તે એક રેસ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તાપસી નવા લુકમાં જોવા મળશે. આર્ક ખુરાના દ્વારા નિર્દેશિત રશ્મી રોકેટની કહાની નંદા પેરીયાસામીની મૂળ કહાની પર આધારિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Exit mobile version