દરેક વ્યક્તિ સવારે જાગીને ચા પીવે છે કેટલાક લોકોની સવાર ચા વગર અધૂરી હોય છે જોકે ચા ને જો અલગ અલગ રીતે અલગ પત્તીમાં બનાવવામાં આવે તો અનેક બીમારીમાં કારગર સાબિત થાઈ છે, કબજિયાત એ પેટ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યા છે જેમાં શૌચ કરવામાં તકલીફ પડે છે. વ્યક્તિ કલાકો સુધી બાથરૂમમાં બેસી રહે છે પરંતુ તેનું પેટ બરાબર સાફ થતું નથી. તો તેના માટે આદું મારી તુલસી ગ્રીન ટી જેવી ચા ખુબજ અસરકારક સાબિત થઈ છે તો ચાલો જોઈએ જુદી જુદી ચા ફાયદાઓ વિશે.
ગ્રીન ચા – આ ચા કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે.ગ્રીન ટીમાં આવા ઘણા ગુણો જોવા મળે છે જે શરીરને ડિટોક્સિફાય કરવામાં અને પેટને સાફ કરવામાં કારગર સાબિત થાય છે. ગ્રીન ટી રેચક તરીકે કામ કરતી નથી, પરંતુ તેના સેવનથી શરીરને એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને બળતરા વિરોધી ગુણધર્મો મળે છે જે પાચનમાં સુધારો કરે છે.
તુલસીના પાંદડાની ચા – તુલસીની ગણતરી ઔષધીય વનસ્પતિઓમાં થાય છે. તુલસીનું સેવન સામાન્ય રીતે શરદી અને ખાંસી ઘટાડવા માટે કરવામાં આવે છે. કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે તુલસીની ચા બનાવીને પી શકો છો. આ માટે એક કપ પાણીમાં તુલસીના પાન નાખીને ઉકાળો. તેમાં લીંબુનો રસ ઉમેરો અને પછી આ ચા પીવો.
ફુદીનાની ચા – ફુદીનાની ચા કબજિયાતની સમસ્યામાં ઉત્તમ સાબિત થાય છે. આ પાંદડાના રેચક ગુણો પાચનમાં મદદ કરે છે. ફુદીનાના પાન અને આદુના ટુકડાને પાણીમાં ભેળવીને ઉકાળીને પીવાથી કબજિયાત મટે છે.
આદુની ચા- સવારે જે ચા પીતા હોઈએ છીએ તેમ આદુંને વાટીને જો નાખવામાં આવે તો તેનાથી ગેસ ની સમસ્યા માટે છે સાથેજ તેમ મારી પણ ઉમેરી શકો છો જેણેથી ખસી અને ગાળાના દુખાવામાં પણ રાહત થાય છે

