Site icon Revoi.in

ટીમ ઈન્ડિયા જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસે જઈ શકે છે, BCCIએ બનાવ્યો પ્લાન

Social Share

મુંબઈ : ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ ટીમના શ્રીલંકાના પ્રવાસને લઈને મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે જુલાઈ મહિનામાં સીનીયર પુરુષ ટીમ માટે યોજના બનાવી છે જેમાં શ્રીલંકામાં ટી-20 અને વનડે મેચ યોજાશે. આ પ્રવાસમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડી હશે નહી, કારણ કે તેઓ ઈંગલેન્ડ વિરુદ્ધ રમાનારી 5 ટેસ્ટ મેચની તૈયારી કરી રહ્યા હશે.

ભારતની બે-બે ટીમ વિશે પણ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા જનારી બંન્ને ટીમ અલગ હશે. શ્રીલંકા જે ટીમ જશે તે સફેદ બોલ વાળી વિશષજ્ઞોની ટીમ હશે.

આગળ વધારે તેમણે જણાવ્યું કે, ક્રિકેટ બોર્ડ લિમિટેડ ઓવર માટે તમામ ખેલાડીને ધ્યાનમાં રાખ્યા છે. શ્રીલંકામાં ઓછામાં ઓછી 5 ટી-20 અને 3 વન-ડે મેચ યોજાઈ શકે છે. આવામાં ભારતની ટીમનો ઈંગલેન્ડનો પ્રવાસ 14 સપ્ટેમ્બર પર પુર્ણ થશે અને ત્યાં આઈપીએલની બાકી મેચ યોજાવાની પણ શક્યતાઓ છે.

Exit mobile version