Site icon Revoi.in

અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘ઝુંડ’નું ટિઝર રિલીઝ- આ તારીખે ફિલ્મ સિનેમાધરોમાં આવશે

Social Share

 

મુંબઈઃ- બોલિવૂડમાં શહેનશાહથી લઈને બિગબી જેવા મહાન ઉપનામથી જાણીતા અમિતાભ બચ્ચને 70 વટાવ્યા બાદ પણ ફિલ્મ જહતમાં સતત એક્ટિવ રહેતા જોવા મળે છે, ક્યારેક રિયાલીટી ષોમાં તો ક્યારેક ફિલ્મોમાં સતત મહેનત કરતા નજરે પડે છે ત્યારે હવે આજે તેમની અપકમિંગ ફિલ્મ ઝુંડનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે

.ફિલ્મ ‘ઝુંડ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. નિર્માતાઓએ આ સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મનું ટીઝર પણ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યું છે. આ સાથે જ ફિલ્મની રિલ્ઝીડેટ પણ જાહેર કરી દીધી છે,આ ફિલ્મ 4 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે  આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, કિશન કુમાર, સવિતારાજ હિરામત, રાજ હિરામત, નાગરાજ મંજુલે, ગાર્ગી કુલકર્ણી અને નીલુ અરોરા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત આકાશ થોસર, રિંકુ રાજગુરુ જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં ભજવતા જોવા મળે છે.

 

 

 

Exit mobile version