Site icon Revoi.in

જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘અટેક’નું ટિઝર રિલીઝ- અભિનેતાનો ધમાકેદાર અંદાજ જોવા મળ્યો

Social Share

 

મુંબઈઃ-  કોરોના મહામારી બાદ જાણે બોલિવૂડમાં ફિલ્મોની લાઈન લાગી છે, ઘણા મહિનાઓ બાદ સિનેમાઘરોમાં ફિલ્મો જોવાનો દર્શકોને મોકો મળી રહ્યો છે ત્યારે હાલ પણ કેટલીક શાનદાર ફિલ્મો આવી રહી છે ત્યારે હવે બોલિવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમની ફિલ્મ અટેકનું ટિઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

જોન અબ્રાહમ બોલિવૂડના એક્શન સ્ટાર્સમાં જાણીતો છે. હાલમાં જ તેની ‘સત્યમેવ જયતે 2’ રિલીઝ થઈ હતી, જેમાં જ્હોન ટ્રિપલ રોલમાં જોવા મળ્યો હતો.ત્યારે હવે એટેક ફિલ્મના ટીઝરમાં તે ધમાકેદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે. ટીઝરને જોઈને અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મમાં સંસદ પર હુમલો કરવામાં આવ્યો છે અને જોન અબ્રાહમ હુમલાખોરોને સબક શીખવવા તૈયાર છે. આ રીતે જ્હોન અબ્રાહમ ફરી એક વાર તેની જાણીતી સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે. જ્હોન અબ્રાહમ સાથે ‘એટેક’માં જેકલીન ફર્નાન્ડીઝ અને રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે.

‘એટેક’નું ટીઝર શેર કરતા જોન અબ્રાહમે લખ્યું, ‘ભારતના પ્રથમ સુપર સોલ્જરને તૈયાર થઈ જાઓ! ટીઝર આઉટ. અટેક 28 જાન્યુઆરીએ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ રીતે તેણે શાનદાર ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્ય રાજ ​​આનંદ દ્વારા કરવામાં આવ્યું છે અને તે 28 જાન્યુઆરી, 2022 ના રોજ પ્રજાસત્તાક દિવસના અવસરે રિલીઝ થશે.

Exit mobile version