Site icon Revoi.in

સ્માર્ટફોન લેવાનું પ્લાનિંગ છે? તો પહેલા આ ન્યૂઝ વાંચી લેજો

Social Share

નવી દિલ્હી: વિશ્વભરના મોબાઇલ યૂઝર્સ માટે એક ઝટકો આપતા સમાચાર છે. સ્માર્ટફોનની સતત વધતી માંગ વચ્ચે આગામી સમયમાં સ્માર્ટફોન કંપનીઓ પોતાના સ્માર્ટફોનની કિંમતો પણ વધારતી રહેશે. બજેટ અને મિડ રેન્જ ફોનની માંગ વધવાથી કિંમત વધી રહી છે તેવું તમને લાગતું હશે, પરંતુ હકીકત કંઇક અલગ જ છે. હકીકતમાં, મોબાઇલ બનાવવામાં જે કોમ્પોનન્ટ્સની જરૂર પડે છે, તે સમય સાથે મોંઘા થઇ રહ્યા છે અને એટલે જ સ્માર્ટફોન્સની કિંમતો સતત વધી રહી છે.

એક રીતે જોવા જઇએ તો કોઇપણ કંપની પર એક પ્રકારે અપ્રત્યક્ષ કે પ્રત્યક્ષ રીતે ઓછા ભાવમાં સારા ફીચર્સવાળા મોબાઇલ્સ માર્કેટમાં ઉતારવાનું દબાણ રહે છે, જેનું સૌથી મોટું કારણ સ્પર્ધા છે. ભારતમાં ઑપો, વિવો, રિયલમી, સેમસંગ, શાઓમી કંપનીના ફોન મિડ રેન્જમાં હોય છે અને સમયની સાથે ભાવ ઓછા કરે છે.

ગત 1 કે 2 વર્ષમાં માંગ વધવાની સાથોસાથ મોબાઇલ્સ બનાવવા માટે આવશ્યક કોમ્પોનન્ટ્સની કિંમતો પણ સતત વધી રહી છે. એવામાં સ્માર્ટફોન્સ કંપનીઓ પણ એવી દલીલો કરતી રહે છે કે, હવે તેમને મજબૂરીમાં મોબાઇલ્સના ભાવ વધારવા પડી રહ્યા છે. આગામી સમયમાં અનેક કંપનીઓના સ્માર્ટફોન મોંઘા થશે અને તમારે વધુ ભાવ આપવા માટે તૈયારી રાખવી પડશે.

નોંધનીય છે કે પ્રોસેસર બનાવતી કંપની ક્વાલકોમની 4જી અને 5જી ચિપસેટની અછત છે અને બીજી તરફ મેમરી ચિપ અને ચાર્જિંગ અડેપ્ટરની કિંમતો પણ વધી રહી છે જેને કારણે પણ સ્માર્ટફોનની કિંમતો વધે તેવી સંભાવના છે.