Site icon Revoi.in

ગેમર્સ માટે ખુશખબર, Battlegrounds Mobile એપને ભારતમાં કરાઇ લૉન્ચ, આ રીતે પ્લે સ્ટોર પરથી કરો ડાઉનલોડ

Social Share

નવી દિલ્હી: ગેમર્સ માટે એક ખુશીના સમાચાર છે. Battlegrounds Mobile Indiaના ફેન્સ માટે સારા સમાચાર છે. ભારતમાં Battlegrounds Mobile India એપને અધિકૃત રીતે લોન્ચ કરવામાં આવી છે. ગેમ પબ્લિશરે આજે ગેમનું એનાઉન્સમેન્ટ કર્યું છે. હવે PUBG MOBILEનો ભારતીય અવતાર હવે ગૂગલ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે.

2 જુલાઇના રોજ સવારે 6.30 કલાકે ગેમનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. હાલમાં તેને માત્ર એન્ડ્રોઇડ વર્ઝન માટે જ લોન્ચ કરવામાં આવી છે. આ ગેમને ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જઇને Battlegrounds Mobile India સર્ચ કરવું પડશે.

સર્ચ રિઝલ્ટ આવ્યા બાદ આ ગેમને પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરો. જો તમે આ ગેમનું અરલી વર્ઝન ઇન્સ્ટોલ કર્યું છે તો પણ તમારે પ્લે સ્ટોર પર જઇને તેને અપડેટ કરવું પડશે. તમે ઇચ્છો તો હાલમાં તમે તેના બેટા વર્ઝન પર રહી શકો છો.

આ ગેમને ડાઉનલોડ કરવા માટે તમારે સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની આવશ્યકતા છે. ઇન્ડિયા બેટલગ્રાઉન્ડ ગિફ્ટના 1 મિલિયન તેમજ 5 મિલિયન ડાઉનલોડ રિવોર્ડની સમયમર્યાદાને વધારીને 19 ઑગસ્ટ કરવામાં આવી છે.

તે ઉપરાંત 10 મિલિયન ડાઉનલોડ પર મળનાર Constable SETની સમયમર્યાદા પણ 19 ઑગસ્ટ કરવામાં આવી છે. હાલમાં આ ગેમ માત્ર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે છે. તેને iOS યૂઝર્સ માટે ક્યારે ઉપલબ્ધ કરાવાશે તે અંગે કોઇ માહિતી મળી નથી.

અગાઉ ગેમને લિમિટેડ બીટા ટેસ્ટર માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ત્યારબાદ તેના અર્લી વર્ઝનને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. હવે તેને સત્તાવાર રીતે લોન્ચ કરાઇ છે.