Site icon Revoi.in

ટિપ્સ: ભૂલથી પણ ના કરશો આ કામ અન્યથા બેંક એકાઉન્ટ થઇ જશે સાફ

Social Share

નવી દિલ્હી: આજે લગભગ પ્રત્યેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોય છે. તે મોટા ભાગના કામકાજો સ્માર્ટફોનથી જ કરવાનું હવે પસંદ કરે છે. હવે ધીરે ધીરે ડિજીટલ બેન્કિંગ પણ સતત વધી રહ્યું છે. લોકો હવે બેંકના ધક્કા ખાવાને બદલે માત્ર ડિજીટલ બેન્કિંગથી પોતાના કામકાજ પૂર્ણ કરવાનું પસંદ કરતા હોય છે. આ સુવિધા સરળ અને સારી હોવા છતાં તેમાં છેતરપિંડીનું પણ એટલું જ જોખમ રહેલું છે.

આજે વિશ્વભરમાં સાયબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. સાયબર ફ્રોડથી તમારા પૈસાને સુરક્ષિત રાખવું ખૂબ જ જરૂરી બન્યું છે. આજે હેકર્સ નકલી બેન્કિંગ એપ સહિતના અનેક કિમીયાઓથી સાયબર ફ્રોડને અંજામ આપી રહ્યાં છે. તેથી જ તમારા ફોનમાં કોઇપણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેની વિશ્વસનીયતા ચકાસી લેવી અનિવાર્ય છે.

હકીકતમાં, સાયબર ફ્રોડને અંજામ આપતા ગઠીયાઓ નકલી બેન્કિંગ એપને કોઇ ઓળખી પણ ના શકે તેવી રીતે અસલી જેવી જ બનાવે છે. તે અસલી છે કે નકલી તેની ખરાઇ કરવી પણ મુશ્કેલ હોવાથી અનેક લોકો તેના શિકાર બની જાય છે અને તેનું એકાઉન્ટ સાફ થઇ જાય છે. ચાલો તમારા પૈસાને સુરક્ષિત કરવા કેટલીક ટિપ્સ જોઇએ.

સૌથી પહેલા તો તમારા ખાતાના વિગતો જેમ કે સીવીવી, એટીએમ પિન કોઇની પણ સાથે શેર ના કરો. તે ઉપરાંત તમારા બેંકિંગ એકાઉન્ટ સેફ રાખવા માટે બને ત્યાં સુધી તમારા ફોનમાં કોઇ થર્ડ પાર્ટી એપને ઇન્સ્ટોલ કરવાથી દૂર રહો.

બને ત્યાં સુધી ગૂગલ પ્લે સ્ટોર જેવા સુરક્ષિત પ્લેટફોર્મ પરથી જ એપ ઇન્સ્ટોલ કરવાનો આગ્રહ રાખો. તે ઉપરાંત એપ ડાઉનલોડ કરવા સમયે તેને કેટલી વખત ડાઉનલોડ કરવામાં આવી છે તે ચકાસવું જરૂરી છે. તેનાથી ફ્રોડ થવાથી બચી શકો છો.

નકલી એપ્સને ઓળખવા માટે તમારા ફોનની બેટરી પર ધ્યાન આપતા રહો. કારણ કે આ પ્રકારની એપ્સથી તમારા ફોનની બેટરી જલ્દી ખતમ થઇ જાય છે. જો તમારી ફોનની બેટરી જલ્દી ખતમ થઇ જતી હોય તો તમારા ફોનમાં વાયરસ હોવાની શક્યતા છે. તેથી મોબાઇલમાં એન્ટિ વાયરસ ઇન્સ્ટોલ કરવું પણ અનિવાર્ય છે.