Site icon Revoi.in

ફેસબૂકને ટક્કર આપશે ભારતીય એપ ‘Bharatam’, આવા છે એના દમદાર ફીચર્સ

Social Share

નવી દિલ્હી: અત્યારે જાણે કે મેડ ઇન ઇન્ડિયા એપ્સનું પૂર આવ્યું છે. એક ટિકટોક એપ બંધ થયા બાદ ઘણી બધી ટિકટોક જેવી એપ ભારતીય બજારમાં લૉન્ચ થઇ છે. આજ દિશામાં હવે મેડ ઇન ઇન્ડિયા ફેસબૂક એપ પણ લૉન્ચ કરવામાં આવી છે જેને Bharatam એપ નામ આપવામાં આવ્યું છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી નિશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. તેનો વેબ પર પણ ઉપયોગ થઇ શકે છે.

આ એપ વિશે એવો દાવો કરવામાં આવ્યો છે કે આ દેશનું પ્રથમ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે. આ ઉપરાંત, એવો પણ દાવો કરવામાં આવે છે કે, Bhartam એક સુરક્ષિત પ્લેટફોર્મ છે. તેના સ્થાપક નીરજ બિષ્ટ છે. નીરજ બિશ્તે અગાઉ ડિલિવરી કિંગ અને યમ બોક્સ સાથે કામ કરી ચૂક્યા છે.

આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર 24 જુલાઇ 2021ના રોજ લૉન્ચ કરવામાં આવી હતી અને અત્યારસુધીમાં તેને 12 હજારથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. પ્રારંભિક તબક્કામાં ભારતમમાં 8-10 લાખનું રોકાણ હતું અને હાલમાં તેને ફ્રીમિયમ મોડલમાં રાખવામાં આવ્યું છે.

Bharatam એપમાં એક  શોર્ટ વીડિયો એપ પણ છે. Bharatam એપમાં 15 થી વધુ સ્થાનિક ભાષાઓ સપોર્ટેડ છે. IOS માટે Bharatam આગામી મહિને લોન્ચ થશે. ભારતમ એપનું ઇન્ટરફેસ ફેસબુક જેવું જ છે, જોકે તેમાં ઘણી નવી સુવિધાઓ પણ છે. ટ્રેન્ડિંગ હેશટેગ્સ ફેસબુક પર સામાન્ય રીતે દેખાતા નથી.

ભારતમ એપમાં તેની વિશિષ્ટતા એ છે કે તેમાં ટ્રેન્ડિંગ હેશટેગ પણ જોઇ શકો છો અને તે મુજબ તમારી પોસ્ટ્સ શેર કરી શકો છો. આ ઉપરાંત, તેમાં એક્સપ્લોર, પોપ્યુલર પોસ્ટ જેવી ઘણી સુવિધાઓ પણ છે. તેમાં નજીકની શોધ પણ છે એટલે કે તમે સ્થાનના આધારે ભારતમ એપમાં મિત્રો બનાવી શકો છો. તેમાં મિત્રો બનાવવા અને ફેસબુકની જેમ ફોલો કરવાનો વિકલ્પ પણ છે.