Site icon Revoi.in

ગૂગલનું નવું ફિચર, હવે સર્ચ હિસ્ટ્રી ઑટો ડિલીટ થઇ જશે

Social Share

નવી દિલ્હી: ગૂગલ સર્ચ ઑપ્શનમાં પણ સમયાંતરે નવા નવા ફીચર્સ જોવા મળતા હોય છે. હવે તેમાં એક નવું અપડેટ આવ્યું છે. હવે તમે માત્ર બે જ ક્લિકમાં છેલ્લી 15 મિનિટની સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો. ગૂગલે આ નવું ફીચર રજૂ કરીને યૂઝર્સને વધુ ગોપનીયતા આપવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં તો આ ફીચર માત્ર iOS યૂઝર્સ માટે રજૂ કરાયું છે પરંતુ ટૂંક સમયમાં તેને એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ રજૂ કરાશે.

આપને જણાવી દઇએ કે ગૂગલે ગત વર્ષે જ સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે ઑટો ડિલીટ હિસ્ટ્રી ફિચર લૉન્ચ કર્યું હતું અને હવે તેમાં જ વધારો કરીને ગૂગલે છેલ્લા 15 મિનિટની હિસ્ટ્રી ડિલીટ થઇ શકે તેવું ફીચર લૉન્ચ કર્યું છે. આ ફીચર બાદ યૂઝર્સે હિસ્ટ્રી મેન્યુઅલી ડિલીટ કરવાની કોઇ આવશ્યકતા નહીં રહે.

કઇ રીતે ફિચરનો ઉપયોગ કરશો

તમે આ ફિચરને Google Assistant ના ઉપયોગથી પણ સેટ કરી શકો છો. જેના માટે તમારો બોલવું પડશે ‘હેય ગુગલ. મે જે પણ કંઇ સર્ચ કર્યુ છે તેને ડિલીટ કરી દે’ આ બોલ્યા બાદ ઑટો ડિલીટ ઓપ્શન સામે આવી જશે. અહીં તમને ત્રણ ઓપ્શન મળશે 3 મહિના, 18 મહિના અને 36 મહિના તમે આ ત્રણમાંથી મનગમતા ઓપ્શનને સિલેક્ટ કરીને સેટિંગને સેટ કરી શકો છો.

Exit mobile version