Site icon Revoi.in

ઇન્સ્ટાગ્રામમાં ટૂંક સમયમાં શોર્ટ વીડિયો માટે હશે અલગ અલગ બટન

Social Share

નવી દિલ્હી: યૂવાવર્ગમાં લોકપ્રિય એવું ઇન્સ્ટાગ્રામ તેના યૂઝર્સને કંઇકને કંઇક નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. હવે તે ટિકટોકથી પ્રેરિત થઇને શોર્ટ વીડિયોમાં હવે પોતાનું વેબ વર્ઝનમાં જોડાવાની તૈયારી કરી છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ ફક્ત નિયમિત ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ છે જે ઇન્સ્ટાગ્રામ લાઇટ એપ્લિકેશનમાં એન્ડ્રોઇડ અને iOS પર જ છે.

મોબાઇલ ડેવલપર એલેસાન્ડ્રો પલુઝીના મતે આ સુવિધા હજુ વિકાસ હેઠળ છે. પરીક્ષકો પણ સાધનનો ઉપયોગ કરવા માટે સમર્થ નથી. વેબ પર ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે નવું બટન આપી શકાય છે જે હાલના DMની સાથે હશે. એક્સપ્લોર અને એક્ટિવિટી બજેટ ઉપરના જમણા ખૂણમાં હશે.

પલુઝીએ પોતાના બીજા ટ્વિટમાં ઉમેર્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ બીજી સુવિધા પર કામ કરી રહ્યું છે, જે રિલ્સ, ટેક્સ ટૂ સ્પીચ (‘Text-to-speech’) સુવિધા સાથે જોડાયેલું છે, જો કે તેના વિશે વધારે માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, આ સુવિધા લાઈવ કેપ્શનિંગ લાવી શકે છે જેને હાલમાં સ્ટોરીમાં જોવા મળ્યું હતું.

નોંધનીય છે કે, હાલમાં ઇન્સ્ટાગ્રામએ રીલ્સ અને લાઇવ માટે ઇન્સ્ટાગ્રામ ટૂલ રજૂ કર્યું હતું જેમાં વેપાર અને ક્રિએટરને તેમના ડેટા એક્સેસ કરવામાં મદદ મળશે. રીલ્સની સાથે યૂઝર્સને વ્યૂની સાથે રીચ, પીક કોનકરંટ વ્યૂઅર, કોમેન્ટ અને શેર પણ જોવા મળશે.

Exit mobile version