Site icon Revoi.in

હવે ટીવીની સ્ક્રીન પર જ આહલાદક ભોજનનો સ્વાદ માણી શકાશે, જાપાને કર્યું આ ઇનોવેશન

Social Share

નવી દિલ્હી: ટેક્નોલોજીના ક્ષેત્રે જો કોઇ સૌથી આગળ પડતો દેશ હોય તો તે જાપાન છે. જાપાન પોતાના ઇનોવેશન, ટેક્નોલોજી માટે વિશ્વભરમાં મશહૂર છે. જાપાન એવી એવી ટેક્નોલોજી વિશ્વ સમક્ષ લાવે છે કે જેના વિશે જાણીને કે વાંચીને દુનિયા દંગ રહી જાય છે. જાપાને પ્રોટોટાઇપ લિકેબલ ટીવી સ્ક્રીનનું ઇનોવેશન કર્યું છે. જે ભોજનના સ્વાદની નકલ કરે છે. જાપાનની આ નવીનતમ ટેક્નોલોજી ટીવી જોવાના અનુભવને વધુ શાનદાર બનાવશે. ટેક્નોલોજી એવી છે કે ટીવીની સામે બોલવામાં આવેલ સ્વાદને ટીવી સ્ક્રીન પર છાંટવામાં આવે છે અને ત્યારબાદ તમે તેનો સ્વાદ ચાખી શકશો.

આ નવી ટીવી સ્ક્રીનનું નામ ટેસ્ટ ધ ટીવી રાખવામાં આવ્યું છે અને તે 10 સ્વાદવાળા કનસ્તરોના એક હિંડોલાનો ઉપયોગ કરે છે. જાપાનના એક પ્રાધ્યાપકે આ નવી ટીવી સ્ક્રીનનું ઇનોવેશન કર્યું છે. આ ટીવી વિશેષ ભોજવનનો સ્વાદ પ્રદાન કરવા માટે સંયોજનનો સ્પ્રે કરે છે. આ બાદ ભોજનનો ટેસ્ટ ફ્લેટ ટીવી સ્ક્રીન પર રોલ કરવામાં આવે છે.

આ પ્રોટોટાઇપ લિકેબલ ટીવી સ્ક્રીન અંગે માહિતી આપતા મીજી યુનિ.ના પ્રોફેસરે કહ્યું કે, અત્યારે કોવિડના કારણે જ્યારે મોટા ભાગના લોકો ઘરે છે ત્યારે આ ટેક્નોલોજીની મદદથી લોકો બહારની દુનિયા સાથે જોડાઇ શકશે. આ પ્રકારનું ઇનોવેશન કરવાનો ઉદ્દેશ્ય લોકોને ઘરે બેઠાં રેસ્ટોરાંના ભોજનનો સ્વાદ પ્રદાન કરવાનો છે.

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તેમણે છેલ્લા એક વર્ષમાં ટીવીના પ્રોટોટાઈપનો સ્વાદ જાતે જ બનાવ્યો છે અને એક વ્યાવસાયિક સંસ્કરણ બનાવવામાં લગભગ 1,00,000 યેનનો ખર્ચ કર્યો હશે.