Site icon Revoi.in

ઇનબોક્સમાંથી વણજોઇતા મેઇલની ઝંઝટમાંથી મુક્ત થવા માગો છો? તો આ સરળ ટિપ્સ ફોલો કરો અને ટેન્શન ફ્રી થાઓ

Social Share

નવી દિલ્હી: આજે જીમેલના જમાનામાં તમારા ઇનબોક્સમાં દરરોજના અનેક ઇમેલ આવતા હોય છે જેમાં સોશિયલ, પ્રમોશનલ, જાહેરાતો સહિતના મેઇલ હોય છે. જેમાંથી ઉપયોગી કરતા વણજોઇતા મેલ વધારે આવતા હોય છે. આ જ કારણોસર યૂઝર્સ મેલ ખોલતા જ વણજોઇતા મેલ જોઇને પરેશાન થઇ જાય છે અને એક રીતે તેને ડિલીટ કરવા માટે વધુ સમયની જરૂર રહે છે.

ટેક્નોલોજીના આ યુગમાં વ્યક્તિગત ઇમેઇલ એકાઉન્ટમાં દરરોજ ઘણા પ્રમોશનલ ઇમેઇલ્સ આવે છે, જેનો કોઇ ખાસ અર્થ નથી. જો આ ઇમેઇલને સમયાંતરે ડિલીટ કરવામાં ના આવે તો થોડા દિવસોમાં આ આંકડો હજારેને પાર કરી જાય છે. યૂઝર્સ સમયસર તેને ડિલીટ ના કરવાથી ઇનબોક્સ ખીચોખીચ ભરાઇ જાય છે.

આ સ્ટેપ્સ ફોલો કરો અને વણજોઇતા ઇમેઇલથી છૂટકારો મેળવો

સૌ પ્રથમ તમારે ઇમેલ સ્ટૂડિયો પ્રો ખોલવું પડશે

ત્યાં GMAIL એકાઉન્ટમાં ઇમેલ સ્ટુડિયો ઇન્સ્ટોલ કરવું પડશે

તેને ઇન્સ્ટોલ કર્યા બાદ અહીં જણાવેલ સ્ટેપ્સ ફોલો કરો

જીમેલ એકાઉન્ટ પર જાઓ અને કોઇપણ મેસેજ ઇનબોક્સમાં ખોલો

જમણી બાજુએ ઇમેલ સ્ટુડિયો આઇકન પર ક્લિક કરવાનું રહેશે

તમારા જીમેલ આઇડી અને પાસવર્ડથી લોગ ઇન કરવાનું રહેશે

લોગ ઇન કર્યા બાદ, લિસ્ટમાં આપેલ ઇમેલ ક્લીનઅપ ઓપ્શન પર ટેપ કરો

તમે જે કામ જીમેલ દ્વારા કરવા માંગો છો તેના માટે એડ ન્યૂ રૂલ પર ક્લિક કરો

અહીં, તમે ચોક્કસ ઇમેલ આઇડીને નવા નિયમ તરીકે માર્ક કરી શકો છો

આ સાથે તમે જીમેલને આદેશ આપી શકો છો કે આટલી અવધિના ઇમેઇલ આઇડી પરથી પ્રાપ્ત ઇમેલ કાયમી સમય માટે ડિલીટ કરી નાખે

આ પછી સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે

આ પછી ઇમેલ સ્ટુડિયો બેકગ્રાઉન્ડમાં લોંચ થશે

આ થાય કે તરત જ, Gmail તમે સેટ કરેલા નિયમોને લાગુ કરીને, તમારા પસંદ કરેલા ઇમેઇલ એડ્રેસમાંથી સંદેશાઓ ઓટોમેટિક કાઢી નાખશે