Site icon Revoi.in

ચેતજો! હવે પેટીએમનો ઉપયોગ કરતા પહેલા આ વાંચી જજો અન્યથા થઇ જશે જેલ

Social Share

નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના દોરમાં અને સ્માર્ટફોનના જમાનામાં આજે લોકો મોટા ભાગના કામ ઑનલાઇન જ કરી રહ્યાં છે ત્યારે હવે પેમેન્ટ પણ લોકો ઓનલાઇન કરી રહ્યાં છે. જો કે પેમેન્ટ માટે લોકો સૌથી વધુ પેટીએમ જેવી લોકપ્રિય એપનો ઉપયોગ વધુ કરે છે. જો કે પેટીએમના યૂઝર્સ તમે ચેતી જજો. કારણ કે હમણાં સ્પૂફ પેટીએમ નામની એક ડૂપ્લિકેટ એપ સામે આવી છે. જેમાં ઑનલાઇન પેમેન્ટ્સમાં ફ્રોડના લોકો શિકાર બની રહ્યાં છે.

આમ તો માત્ર મસ્તી માટે આ એપ બનાવાઇ છે પરંતુ હમણાં એવી માહિતી સામે આવી છે કે કે કેટલાક લોકો છેતરપિંડી કરવા તેમજ ઑનલાઇન પેમેન્ટ્સ દ્વારા લોકો સાથે ઠગાઇ કરવા માટે તેનો ઉપયોગ કરે છે. આ એપની ઓળખ કરવી પણ અઘરી છે કારણ કે તે ઓરિજિનલ પેટીએમ એપની જેમ જ દેખાય છે.

અહીંયા તેની ઓળખ એ રીતે કરી શકાય કે તે ઓરિજિનલ ના હોવાથી તમને તે પ્લે સ્ટોર કે અન્ય એપ સ્ટોર પર જોવા મળશે નહીં. એન્ડ્રોઇડ યૂઝર્સ ઇચ્છે તો ગૂગલ પર જઇને તેને ડાઉનલોડ કરી શકે છે જો કે તેમાં તમારી સાથે ફ્રોડ થવાનો પૂરો ખતરો રહેલો છે.

જો તમે આ એપ દ્વારા કોઈને છેતરવાનો પ્રયત્ન કરો છો અને ઓનલાઈન પેમેન્ટ ફ્રોડનો ભાગ બનશો તો તમારે જેલ જવું પડી શકે છે. જો તમે આવું કૃત્ય કરો છો અને કોઈ તમારી સામે ફરિયાદ કરે છે, તો પોલીસ તમને ફાઇનાન્શિયલ ફ્રોડના ગુનામાં જેલની સજા પણ કરી શકે છે.

આપને અમે ચેતવી રહ્યાં છે કે આ એપ ડાઉનલોડ કરવી એક મોટી ભૂલ સાબિત થઇ શકે છે. એ કે તો તે ડાઉનલોડ કરવામાં સુરક્ષિત ના હોવાથી તમારા સ્માર્ટફોનમાં વાઇરસ આવી શકે છે. તમારી અંગત માહિતી હેકર્સ પાસે જતી રહે તેવી પણ સંભાવના છે.

અમે તમને સૂચન કરીશું કે કોઇપણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેના વિશે બધુ જાણવું અને પછી તેને ડાઉનલોડ કરવી વધુ હિતાવહ છે. બની શકે ત્યાં સુધી ગૂગલ એપ સ્ટોર જેવા સુરક્ષિત પ્લેટફોર્મ પરથી જ એપ ડાઉનલોડ કરો.