Site icon Revoi.in

આ જોકર તમારું બેંક એકાઉન્ટ કરી શકે છે સાફ, મોબાઇલમાં આ વાયરસથી ખિસ્સા થઇ જશે ખાલી

Social Share

નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોરમાં અસંખ્ય એપ્સ ઉપલબ્ધ છે જેનો યૂઝર્સ અલગ અલગ હેતુ માટે ઉપયોગ કરતા હોય છે જો કે તેમાં અનેક એપ્સ એવી પણ છે જે ડાઉનલોડ કરાતા જ તે તમારી બેંક વિગતો પર નજર રાખી શકે છે. આજે અમે આપને એવા કેટલાક એપ્સ વાયરસ વિશે જણાવીશું, જેને તમારે મોબાઇલમાંથી અનઇન્સ્ટોલ કરી દેવા જોઇએ.

Zscalerના થ્રેટ લેબ્સે એવી 11 એપ્લિકેશન વિશે માહિતી આપી છે. જેનાથી લોકોએ સાવધ રહેવાની આવશ્યકતા છે. આ એપ્સમાં જોકર નામના મેલવેર છે. જે તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે. જોકરને લોકોની જાસૂસી કરવા, માહિતીની ચોરી કરવા અને SMS મોનિટર કરવાના હેતુસર નિર્મિત કરવામાં આવ્યું છે. આ સ્પાઇવેર એવી રીતે બનાવાયું છે કે તે તમારા SMS, કોન્ટેક્ટ લિસ્ટ અને ડિવાઇઝ ઇન્ફોર્મેશનની ચોરી કરી શકે છે.

જ્યારે સ્માર્ટફોનમાં મેલવેર એપ્સની મદદથી પહોંચી છે, ત્યારે તે અલગ અલગ રીતે વર્તન કરે છે. આ તમારી સાથે આર્થિક છેતરપિંડી પણ કરી શકે છે. તેવામાં તમારે આ એપ્સથી સાવધ રહેવું જરૂરી છે. રિસર્ચ અનુસાર, છેલ્લા કેટલાક મહિનાઓમાં એન્ડ્રોઇડ એપ્સમાં 50 થી વધુ જોકર પેલોડ્સ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. આ મેલવેર મુખ્ય રીતે હેલ્થ અને ફિટનેસ સાથે જોડાયેલા એપ્સને નિશાન બનાવે છે.

રિસર્ચર્સનું કહેવું છે કે મેલવેરના પબ્લિશર્સ Google Playની તપાસ પ્રક્રિયા અને સુરક્ષા તંત્રને ચકમો આપવા માટે સતત પોતાની ટ્રીક્સમાં ફેરફાર કરે છે. નીચે કેટલાક એપ્સ દર્શાવવામાં આવ્યા છે, જો તમે પણ આ એપ્સનો ઉપયોગ કરતા હોવ તો તમારે તાત્કાલિક તેને ડિલીટ કરી દેવા પડશે.

આ એપ્સ ફટાફટ કરો ડિલીટ

આ એપ્સમાં Translate Free, PDF Converter Scanner, Delux Keyboard, Saying Message, Free Affluent Message, Comply QR Scanner, PDF Photo Scanner, Font Style Keyboard, Private Message, Read Scanner અને Print Scanner છે.