Site icon Revoi.in

વોટ્સએપમાં ભૂલથી અગત્યનો મેસેજ ડિલીટ થઇ ગયો છે? તો આ રીતે કરો રિકવર

Social Share

નવી દિલ્હી: ક્યારેક આપણે જાણતા કે અજાણતા કોઇને વોટ્સએપમાં એવા મેસેજ મોકલી દેતા હોય છે જેનાથી પાછળથી તમે ક્ષોભની લાગણી અનુભવતા હોય છે અને પછી ડિલીટ મેસેજના ફીચર્સથી તેને ડિલીટ કરી દેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે, આ ડીલિટ કરેલા મેસેજને ફરીથી વાંચી પણ શકાય છે. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

વોટ્સએપમાં એવા પણ ઘણા ફીચર્સ છે જેનાથી યૂઝર્સ માહિતગાર નથી. હંમેશા લોકો વોટ્સએપમાં ફાલતુ મેસેજ ડિલીટ કરી દેતા હોય છે પરંતુ ક્યારેક કોઇ અગત્યના મેસેજ પણ ભૂલમાં ડિલીટ થઇ જતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ મેસેજને ફરીથી વાંચી શકાય છે. આજે અમે આપને એ અંગે ટ્રિક જણાવીશું.

તમને જણાવી દઈએ કે, Whatsapp પર એવો કોઈ ફીચર નથી જેનાથી તમે ડિલીટ થયેલો મેસેજ જોઈ શકો. Whatsapp પર ડિલીટ થયેલા મેસેજને બીજી વખત વાંચી શકાતો નથી પરંતુ જો કોઈ જરૂરી મેસેજ ડિલીટ થઈ ગયો છે અને તમે તેને વાંચવા ઈચ્છો છો તો થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવાનો રહેશે.

આ ટ્રિક્સ ફોલો કરો

– Whatsapp પર ડિલીટ થયેલા મેસેજને વાંચવા માટે તમારે થર્ડ પાર્ટી એપ WhatsRemoved+ ડાઉનલોડ કરવાની રહેશે.
– પ્લે સ્ટોરથી WhatsRemoved+ ઈન્સ્ટોલ કર્યા પછી ટમ્સ એન્ડ કન્ડીસન્સને એક્સેપ્ટ કરી દો..
– એપનો ઉપયોગ કરવા માટે નોટિફિકેશનનો એક્સેસ આપવાનો રહેશે.
– પછી એ એપ્લીકેશનને સિલેક્ટ કરો, જેના નોટિફિકેશન તમારે નથી જોયતા.
– ત્યાર પછી Whatsapp ને ઈનેબલ કરો  અને કંટીન્યુ પર ક્લિક કરો.
– પછી જ્યારે તમે પેજ પર જશો, તો  Whatsapp પર ડિલીટ થયેલા મેસેજ વાંચી શકશો.
– સ્ક્રીનના ટોપ પર ડિટેક્ટેડ ઓપ્શનની પાસે  Whatsapp નો આઈકોન જોવા મળશે, તેના પર ક્લિક કરી દો.
– તેને ઈનેબલ કર્યા પછી તમે ડિલીટ કરેલા Whatsapp મેસેજને વાંચી શકશો.