Site icon Revoi.in

ટેક ટિપ્સ: આ ટિપ્સથી તમે ઑનલાઇન મોંઘા સામાન પણ સસ્તામાં ખરીદી શકશો

Social Share

અમદાવાદ: ઑનલાઇન શોપિંગ કરતી વખતે મોટા ભાગના અન્ય ઑફર્સ કે વેબસાઇટ પર ધ્યાન નથી આપતા જેને કારણે અંતે તેઓ સસ્તી વસ્તુ મોંઘા ભાવે ખરીદી બેસે છે. તો આજે અમે તમને જણાવીશું કે કઇ રીતે તમે મોંઘામાં મોંઘો સામાન સસ્તામાં ખરીદી શકો છો.

ઑનલાઇન શોપિંગ કરવું સૌ કોઇને ગમે છે. કોરોનાને કારણે પણ લોકો ઑનલાઇન શોપિંગ તરફ વળ્યા છે. કેટલીક વેબસાઇટ રોજબરોજ નવી નવી ઑફર્સ લઇને આવે છે. જેમાં કેટલીક મોંઘી વસ્તુઓ તમને સસ્તામાં  મળી શકે છે.

પ્રાઇઝ કમ્પેર કરો

જો તમે તમારી મનગમતી વસ્તુ કાર્ટમાં એડ કરી દીધી હોય તો તેની તપાસ તમે અન્ય વેબસાઇટ પર પણ કરો. આવું કરવાથી તમારો સમય બચશે અને તમે તમારી મનગમતી વસ્તુઓ વિશે અન્ય વેબસાઇટ પર સર્ચ કરી શકો છો.

શોપિંગ લિસ્ટ કરો તૈયાર
સૌ પ્રથમતો તમે એક શોપિંગ લિસ્ટ (Shopping List) તૈયાર કરો. આવું કરવાથી તમારો સમય બચશે અને તમે તમારી મનગમતી વસ્તુઓ વિશે અન્ય વેબસાઈચ પર પણ સર્ચ કરી શકો છો.

ડિસ્કાઉન્ટ ચેક કરો

ઘણા લોકો જલ્દી ખરીદી કરવાની લ્હાયમાં ડિસ્કાઉન્ટ ચેક કરવાનું ભૂલી જાય ચે. જ્યારે, પણ તમે કોઇ પણ સામાન કે વસ્તુને કાર્ટમાં એડ કરો ત્યારે તેના પર ડિસ્કાઉન્ટ ઑફર શું ચાલી રહ્યું છે તે જોવાનું રાખો. જો તે સામાન પર સારી ઑફર હશે તો તમે સસ્તામાં ખરીદી શકો છો.

પ્રાઇઝ એલર્ટ સેટ કરો

ઑનલાઇન શોપિંગમાં પ્રાઇઝ એલર્ટ સેટ કરવાનું પણ વિકલ્પ હોય છે. જો તમે કોઇ સામાન કે વસ્તુ માટે પ્રાઇઝ એલર્ટ સેટ કરી હશે તો જ્યારે તેની કિંમત ડ્રોપ થશે ત્યારે તમને નોટિફિકેશન્સ મળી જશે.

ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પરની ઓફર્સ કરો ચેક
સામાન ખરીદવા પર તમે એ પણ જુવો કે ક્રેડિટ કાર્ડ (Credit Card) કે ડેબિટ કાર્ડ (Debit Card) પર કોઈ ડિસ્કાઉન્ટ છે કે નહિ. શક્ય છે કે આ ડિસ્કાઉન્ટ બાદ તમને તમારો મન ગમતો સામાન વધુ સસ્તો પડે.

ફ્રી શિપિંગથી પૈસા બચાવો

ઑનલાઇન શોપિંગમાં ઘણી વસ્તુઓ પર ફ્રી શિપિંગ હોતું નથી. માટે ધ્યાન રાખો કે જ્યારે કોઇ વેબસાઇટ પરથી ખરીદી કરો તો તેના પર ફ્રી શિપિંગનું વિકલ્પ ઉપલબ્ધ છે કે નહીં તે ખાસ ચેક કરો.