Site icon Revoi.in

વોટ્સએપ પર હવે તમે જાતે જ ગ્રૂપ આઇકોન બનાવી શકશો, ટૂંક સમયમાં આવશે ફીચર

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ નવા નવા ફીચર્સ પ્રદાન કરીને પોતાના યૂઝર્સના અનુભવને વધારે બહેતર બનાવતું રહે છે. હાલ અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે કે વોટ્સએપ ફરી એક નવું ફીચર લોન્ચ કરવા જઇ રહ્યું છે. જેમાં ગ્રૂપ મેમ્બર્સ ઇમોજી અને બેકગ્રાઉન્ડ કલર દ્વારા આઇકન્સ ક્રિએટ કરી શકશે. ઇમોજીની જગ્યાએ તેઓ સ્ટીકર્સ યૂઝ કરી શકશે. હાલ આ ફીચર iOS બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે અને આગામી સપ્તાહમાં એન્ડ્રોઇડ બીટા ચેનલ્સ માટે ઉપલબ્ધ બનશે.

તમારી પાસે આ ફીચર છે કે નહીં તે જાણવા માટે કોઇ પણ વ્હોટ્સએપ ગ્રુપમાં જાઓ, જેમાં તમે મેમ્બર છો અને કેમેરા આઈકન પર ટેપ કરો. તમને એક ઈમોજી અને સ્ટિકરનો એક નવો વિકલ્પ જોવા મળશે. જો તમને આ વિકલ્પ નથી મળતો તો તમારા માટે હજુ આ ફીચર હજુ ઉપલબ્ધ થયું નથી.

આપને જણાવી દઇએ કે તમે તમારા ફોનમાં ઇન્સ્ટોલ તમામ ઇમોજીમાંથી કોઇપણ પસંદ કરી શકો છો અથવા ફોન પર ડાઉનલોડ કરેલા સ્ટિકર્સમાંથી કોઇ એક સ્ટિકર પસંદ કરી શકો છો. તમે બેકગ્રાઉન્ડ કલર પણ પસંદ કરી શકો છો. જેના પર તમે સ્ટીકર કે ઇમોજી રાખવા ઇચ્છો છો. ત્યારબાદ તમે આ ફોટોને ગ્રૂપ આઇકન તરીકે ઉપયોગમાં લઇ શકો છો.

આપને જણાવી દઇએ કે તમારે ફોનમાં વોટ્સએપ બીટા ઇન્સ્ટોલ કરીને ટેસ્ટિંગમાં લેવો પડશે. હાલ આ ટેસ્ટિંગના તમામ સ્લોટ ફુલ છે, પરંતુ ટૂંક સમયમાં જ ફરી ખુલશે. તો તેના પર નજર રાખો. એન્ડ્રોઇડ યૂઝર્સને પણ આવનારા ટૂંક સમયમાં જ બીટા ફિચર મળી જશે.

વોટ્સએપ દ્વારા હાલમાં જ આવનારા નવા ફીચર્સ વિશે જાણકારી આપી હતી, જે નજીકના ભવિષ્યમાં યુઝર્સ માટે ઉપલબ્ધ બનશે. જેમાં iOS અને એન્ડ્રોઇડ બંને યુઝર્સ માટે મલ્ટી-ડિવાઇસ સપોર્ટ સામેલ છે, જેમાં યુઝર 5 અલગ અલગ ડિવાઇસ સાથે એક જ અકાઉન્ટ દ્વારા લોગીન કરી શકશે.