Site icon Revoi.in

વોટ્સએપ પર ઑનલાઇન આવ્યા વગર પણ આ રીતે કરી શકો છો ચેટ, આ ટિપ્સ ફોલો કરો

Social Share

નવી દિલ્હી: વિશ્વની સૌથી લોકપ્રિય ચેટ એપ તરીકે વોટ્સએપ પ્રખ્યાત છે. ચેટથી માંડીને વીડિયો કે વોઇસ કોલ કે પછી ડોક્યુમેન્ટ્સ મોકલવા સુધીના દરેક કામ માટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે. વોટ્સએપ વગર આજે જીવનની કદાચ કલ્પના કરવી પણ અઘરી છે. વોટ્સએપમાં કેટલાક એવા ફીચર્સ છે જેનાથી યૂઝર્સ અજાણ હોય છે. આજે અમે તમને આવા જ એક ફીચર વિશે જણાવીશું.

ક્યારેક એવું બનતું હોય છે કે તમે ઑનલાઇન નથી દેખાવા માંગતા પરંતુ તમારે કોઇને મેસેજ કરવો હોય છે. તો તે કરવું પણ શક્ય છે. તમે વોટ્સએપ પર ઑનલાઇન આવ્યા વગર પણ મેસેજ મોકલી શકો છો.

લોકો કેટલાક અંગત કારણોસર એવું ઇચ્છતા હોય છે કે કોઇ તેમને ઑનલાઇન ના જોઇ જાય તેના માટે ઑનલાઇન સ્ટેટસ હાઇડ કરતા હોય છે. પરંતુ તેના માટે કોઇ અધિકૃત ફીચર કે સેટિંગ આપવામાં આવ્યું નથી. પરંતુ અહીંયા આપેલી ટ્રિકનો ઉપયોગ કરીને આ શક્ય છે.

પહેલી ટ્રિક

સૌથી પહેલા એનો એક ઉપાય એ છે કે તમે વોટ્સએપ પર કોઇ મેસેજ ખોલ્યા વગર નોટિફિકેશન પેનલમાંથી તે મેસેજનો રિપ્લાય કરી શકો છો. આમ કરવાથી સામે વાળા યૂઝર્સને તમારા ઑનલાઇન સ્ટેટસ વિશે ખબર નહીં પડે.

બીજી ટ્રિક

જો તમે સ્માર્ટવોચ પહેલો છો તો પણ તમે ઑનલાઇન આવ્યા વગર ચેટ કરી શકો છો. આ માટે તમે વોટ્સએપ મેસેજનો જવાબ સ્માર્ટ વોચમાંથી આપો.

ત્રીજી ટ્રિક

જો વોટ્સએપ પર મેસેજ મોકલો ત્યારે ડેટા ઑફ હશે તો ઑનલાઇન સ્ટેટસ વિશે ખબર નહીં પડે. એટલે કે તમે ફોનના ડેટા અથવા તો વાઇફાઇ ઑફ કરીને વોટ્સએપ ઓપન કરીને રિપ્લાઇ કરશો તો પણ તમારું ઑનલાઇન સ્ટેટસ નહીં દેખાય.