Site icon Revoi.in

ભારત સહિત અનેક દેશોમાં Youtube એપ થઇ ડાઉન, વીડિયો જોવામાં થઇ પરેશાની

Social Share

કેલિફોર્નિયા: વિશ્વના લાખો યૂઝર્સ માટેની પોપ્યુલર વીડિયો એપ યૂટ્યુબ આજ સવારથી ડાઉન થયું હતું. સોશિયલ મીડિયા પર હેશટેગ સાથે યૂટ્યુબ ડાઉન ટ્રેન્ડ કરી રહ્યું છે. આજે સવારથી લોકોને વીડિયો જોવામાં તકલીફ પડી હતી. તે ઉપરાંત ઘણી જગ્યાએ લોડિંગમાં પણ મુશ્કેલી થઇ હતી.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગૂગલ ટીવી દ્વારા યૂટ્યુબ ટીવી, ફિલ્મો અને ટીવી શો જોવામાં મુશ્કેલી પડતી હતી. કેટલાક યૂઝર્સે ટ્વિટર પર લખ્યું હતું કે તેમનું યૂટ્યુબ કામ નથી કરી રહ્યું. જો કે થોડાક કલાક બાદ આ ખામી દૂર થઇ ગઇ હતી. જે બાદ યૂટ્યુબે નિવેદન બહાર પાડ્યું હતું.

કંપનીએ આ અંગે નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે પરત આવી ગયા છે. અડચણ આવવા બદલ અમે દિલગીર છીએ. તમામ ડિવાઇસ અને યૂટ્યુબ સર્વિસમાં આવતી તકલીફ દૂર કરી દેવામાં આવી છે. ધીરજ રાખવા બદલ ધન્યવાદ. આ પહેલા એક કલાકથી પણ ઓછા સમયમાં 2.8 લાખથી વધારે યૂઝર્સે આ સમસ્યા સાથે રિપોર્ટ કર્યો હતો.

(સંકેત)