Site icon Revoi.in

શું તમારો ફોન થયો છે હેક? આ રીતે જાણો

Social Share

અમદાવાદ: પેગાસસ પ્રોજેક્ટ વિવાદ બાદ હવે મોબાઇલની જાસૂસી થતી હોવાની સંભાવના પણ વધી છે.  જો કે ઇન્ટરનેટ યૂઝર્સે સ્પાય ટૂલથી ડરવાની આવશ્યકતા નથી. હેકિંગ અને સ્પાય સોફ્ટવેર તથા એપથી યૂઝર્સે સાવધાન રહેવું પડશે.

આ સ્પાય એપ્લિકેશન અને ટૂલ તમારા ફોનમાં છૂપાઇ જવાથી અને તમને સરળતાથી મળી શકતા નથી. જો તમારા ફોનમાં આ 10 પ્રકારની હરકતો જોવા મળે છે, તો તમને આ સ્પાય ટૂલ્સ અને એપ્લિકેશનની જાણકારી મળી શકે છે.

ડાઉનલોડ ના કરેલી એપ્સથી માહિતગાર રહો

તમે જે એપ્લિકેશન ડાઉનલોડ નથી કરતી તેમ છતાં તમારા ફોનમાં છે તેના વિશે જાણી લો. આ એપ્સ તમારા ફોનમાં હેકર્સ દ્વારા ડાઉનલોડ કરાય છે અને આ પ્રકારની એપ્સ તાત્કાલિક ડિલીટ કરી દો.

ફોનની બેટરી જલ્દી પતી જવી

જો તમારા ફોનની બેટરી જલ્દી પતી જાય તો તમારા ફોનમાં સ્પાઈ એપ્લિકેસન અથવા સ્પાઈ ટૂલ હોવાની સંભાવના છે. સ્પાઈ ટૂલ્સને ચેક કરતા પહેલા તમારા ફોનમાં ચાલતી બેકગ્રાઉન્ડ એપ્લિકેશનની તપાસ કરવી. બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્લિકેશનને કારણે બેટરી ઓછી થઈ જાય છે. તેથી સૌથી પહેલા તે એપ્લિકેશનને બંધ કરીને તેને મોનિટર કરો.

વધુ મોબાઇલ ડેટાનો વપરાશ થવો

જો તમારા મોબાઇલમાં વધુ ડેટાનો વપરાશ થઇ રહ્યો છે. તો તમારા ફોનમાં સ્પાય એપ્સ અથવા સોફ્ટવેર મોબાઇલ ડેટાનો વપરાશ કરી રહ્યા છે. આ સ્પાય એપ્લિકેશન ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમારા ફોનની ગતિવિધિઓને ટ્રેક કરે છે.

તમારો ફોન ધીમો થઈ જાય ત્યારે

જો તમારો ફોન ધીમો થઈ ગયો છે અને હેંગ થઈ જાય છે તો તમારા ફોનના બેકગ્રાઉન્ડમાં સ્ટીલ્થ માલવેર હોઈ શકે છે.

તમારો ફોન અજીબ રીતે કામ કરે

શું તમારો ફોન અજીબ રીતે કામ કરી રહ્યો છે? શું એપ્લિકેશન આપમેળે ક્રેશ થી જાય છે અથવા લોડ થવામાં પ્રોબ્લેમ થઈ રહી છે? શું અનેક વેબસાઈટ સામાન્ય કરતા અલગ જોવા મળી રહી છે? જો તમારા સ્માર્ટફોનમાં આ પ્રકારના સંકેત જોવા મળે તો તેનો અર્થ છે કે તમારા ફોનમાં સ્પાય એપ્લિકેશન્સ કામ કરી રહી છે.

દરેક જગ્યાએ અજીબ પોપ-અપ

જો તમારા ફોનની સ્ક્રીન પર અનેક પોપ-અપ જોવા મળી રહ્યા છે, તો તે એડવેયરના કારણે થઈ શકે છે. આ એક પ્રકારનું સોફ્ટવેર છે. જેના કારણે તમારા ફોનમાં અનેક જાહેરાત જોવા મળે છે. આ પ્રકારની લિંક પર ક્યારેય ક્લિક ન કરવું.

જે ફોટો અને વિડીયો ક્યારેય ડાઉનલોડ નથી કર્યા તે ફોનમાં જોવા મળવા

તમે જે ફોટોઝ અને વિડીયોઝ ડાઉનલોડ નથી કર્યા, તે ફોનની ગેલેરીમાં જોવા મળે, તો તમારે સાવચેતી રાખવાની જરૂર છે. જે તમારા ફોનના કેમેરા પર પણ કોઈ નિયંત્રણ કરી રહ્યું હોવાનો સંકેત છે.

ફોન ગરમ થઇ જવો

ફોનનો વધુ ઉપયોગ કરવાથી ફોન ગરમ થઈ જાય છે. જો તમારો ફોન ઉપયોગ કર્યા વગર વધુ ગરમ થઈ જાય, તો તમારો ફોન હેક થવાની સંભાવના છે.

ફ્લેશ લાઈટ ઓન

તમે જ્યારે તમારા ફોનનો ઉપયોગ નથી કરી રહ્યા ત્યારે પણ ફ્લેશ લાઈટ ઓન રહે છે? આ સંકેત પરથી જાણી શકાય છે કે કોઈ તમારા ફોનને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરી રહ્યું છે.

તમે ફોન કે મેસેજ નથી કર્યો તેમ છતાં તમારા ફોનમાં દેખાઈ રહ્યા છે? તો તેનો અર્થ છે કે હેકર્સ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે.