Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીની મોક ટેસ્ટમાં સર્જાઈ ટેકનિકલ ખામી, વિદ્યાર્થીઓ મુકાયાં મુશ્કેલીમાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હવે વિવિધ શૈક્ષમિક સંસ્થાઓ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો કે, આ ઓનલાઈન પરીક્ષા પહેલા મોક ટેસ્ટ યોજવામાં આવી હતી. જેમાં કેટલીક ખામી સર્જાતા વિદ્યારથીઓ મુજવણમાં મુકાયાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. પરંતુ સમક્રમણ ન ફેલાય તે માટે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઓન લાઈન પોર્ટલ પર ક્ષતિ જોવા મળી છે.
વિદ્યાર્થીઓએ પોર્ટલ ઓપન ન થતું હોવાની ફરિયાદ કરી હતી. 4 જૂનથી વિવિધ શાખાઓની પરીક્ષા યોજાનાર છે જેમાં વિદ્યાર્થીઓએ ઓન લાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો છે. જેને પગલે યુનિવર્સિટી પરીક્ષા અગાઉ મોક ટેસ્ટનું આયોજન કરતી હોય છે પરતું તેમાં પણ છબડકો જોવા મળતા વિદ્યાર્થીઓ મુંજવણમાં મુકાઈ ગયા છે. સેમેસ્ટર-1ના મોક ટેસ્ટ દરમિાયન ક્ષતિ જોવા મળી હતી. ગુજરાત યુનિવર્સિટીના ઓન લાઈન પોર્ટલમાં મોક ટેસ્ટ યોજાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરતું પોર્ટલમાં ખામી સર્જાવાને લીધે હવે મોક સ્ટેસ્ટ ન આપી શકતા વિદ્યાર્થીઓ મુંજવણમાં મુકાયા છે.