Site icon Revoi.in

વોટ્સએપ દ્વારા યુરોપિયન અને ભારતીય યૂઝર્સ માટે અલગ અલગ ગોપનીયતા નીતિ ચિંતાનો વિષય: કેન્દ્ર

Social Share

નવી દિલ્હી:  છેલ્લા ઘણા સમયથી વોટ્સએપની ગોપનીયતા નીતિને લઇને વિવાદ ચાલી રહ્યો છે. વોટ્સએપ દ્વારા જે નવી ગોપનીયતા નીતિ લાવવામાં આવી હતી તે મુદ્દે ભારત સરકાર અને દેશના લોકોએ તેની ઝાટકણી કાઢી હતી. ત્યારે હવે કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ કહ્યું છે કે વોટ્સએપ દ્વારા યુરોપિયન યૂઝર્સ અને ભારતીય યૂઝર્સ માટે અલગ અલગ પ્રાઇવસી પોલિસી બનાવવામાં આવી છે. જે કેન્દ્ર માટે ચિંતાનો વિષય છે.

આ અંગે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, વોટ્સએપ દ્વારા ભારતીય યૂઝર્સ માટે પ્રાઇવસી પોલિસીમાં એકતરફી બદલાવ કરવામાં આવ્યો હતો, તે પણ ચિંતાનો વિષય છે. સોલિસીટર જનરલ ચેતન શર્માએ સરકારની આ વાતને દિલ્હી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને લઇને એક વકીલે રજૂ કરી હતી, તેને સુનાવણી દરમિયાન કેન્દ્ર દ્વારા આ વાત રજૂ કરવામાં આવી છે.

સુનવણી દરમિયાન ચેતન શર્માએ કહ્યું કે ભારતીય વપરાશકર્તાઓને ફેસબૂકની બાકી કંપનીઓ સાથે ડેટા શેર કરવાનો ઓપ્શન ના આપવો તે એક પ્રકારે ધમકી છે. સ્વાકાર કરો અથવા તો સેવા નહીં આપીએ. વ્હોટ્સએપ દ્વારા વપરાશકર્તાને મજબૂર કરવાની વાત થઇ રહી છે. જેના કારણે સૂચના અને પ્રાઇવસી જોખમાઇ શકે છે. સરકારે જણાવ્યું કે આ અંગે વ્હોટ્સએપ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. કોર્ટે એક માર્ચ સુધી આ કેસની સુનવણીને લંબાવી છે.

(સંકેત)