Site icon Revoi.in

ભારતનું સ્માર્ટફોન માર્કેટ ચાલુ વર્ષે રૂ.2 લાખ કરોડને આંબશે: IDC

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ હવે ટેક્નોલોજી તરફ જે રીતે હરણફાળ ભરી રહ્યું છે તે રીતે જ દિવસે દિવસે સ્માર્ટફોનનો વપરાશ પણ સતત વધી રહ્યો છે. આજે ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવો હશે કે જે સ્માર્ટફોન નહીં વાપરતો હોય. આજે સ્માર્ટફોન જ જાણે લોકો માટે હરતી ફરતી દુનિયા બની ગઇ છે.

આ વચ્ચે દેશમાં સ્માર્ટફોનની માંગમાં નવેસરથી વૃદ્વિ અને ડિવાઇઝની વધતી કિંમતોના પરિણામે વર્ષ 2021માં ભારતનું સ્માર્ટફોન માર્કેટ 2 લાખ કરોડ રૂપિયાના સિમાચિહ્નને વટાવી શકે છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગત વર્ષે મહામારીના વિક્ષેપોને લીધે પ્રથમ વખત ભારતમાં સ્માર્ટફોનના માર્કેટના કદમાં ઘટાડો થયો હતો, વર્તમાન વર્ષ દરમિયાન, સ્માર્ટફોન માર્કેટ વોલ્યુમ તેમજ વેલ્યૂની દ્રષ્ટિએ ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ કરે તેવી અપેક્ષા છે.

વર્ષ 2020 ના પહેલા ભાગમાં, કોરોના મહામારીને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને પગલે સ્થાનિક બજારોમાં ડિવાઇસની સપ્લાયમાં વિક્ષેપ અને કોમ્પોનન્ટ્સની અછત સર્જાવાના કારણે સ્માર્ટફોન માર્કેટની કમરભાંગી અને વેચાણ નોંધપાત્ર ઘટ્યુ હતુ.

IDCએ નોંધ્યું છે કે, ફરજીયાતપણે ઘરમાં પુરાઇ રહેવાની નોબત, વર્ક ફ્રોમ હોમ, ઑનલાઇન શિક્ષણ, મુસાફરી પર પ્રતિબંધો તેમજ મેન્યુફેક્ચરિંગની કામગીરી બંધ રહેવાના લીધે પ્રથમ 6 માસિક ગાળામાં સ્માર્ટફોન માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો.

(સંકેત)