Site icon Revoi.in

વોટ્સએપની પિંક થીમ અપડેટની લિંક પર ના કરશો ક્લિક, બાકી હેકર્સની માયાજાળમાં ફસાઇ જશો

Social Share

નવી દિલ્હી: સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વધતા વપરાશની સાથોસાથ ઑનલાઇન ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ વચ્ચે જો તમારા મોબાઇલ પર વોટ્સએપનો થીમ કલર ચેન્જ કરવાનો મેસેજ આવે તો ચેતી જજો. હવે હેકર્સ નવી રીતે યૂઝર્સને ટાર્ગેટ કરી રહ્યા છે. હેકર્સ તમને લિંક મોકલશે જેમાં લખ્યું હશે કે આ લિંક પર ક્લિક કરો અને વોટ્સએપની ડિફોલ્ટ ગ્રીન થીમને પિંક કલરમાં ફેરવો. આ લિંક પર ક્લિક કરતા જ તમે હેકર્સે બિછાવેલી જાળમાં ફસાઇ જશો.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે, આ ફેક લિંકમાં એવો દાવો કરાય છે કે, આ લિંક પર ક્લિક કરવાથી વોટ્સએપની થીમ પિંક થઇ જશે તેમજ નવાં ફીચર્સ મળશે. સાયબર એક્સપર્ટ આ પ્રકારની કોઇપણ લિંક પર ક્લિક કરવાની ના પાડે છે.

આ ફેક લિંક પર કહેવામાં આવ્યું છે કે આ વ્હોટ્સએપની ઓફિશિયલ અપડેટ છે, પરંતુ જો તમે હેકર્સની માયાજાળમાં ફસાઈ ગયા અને આ લિંક પર ક્લિક કર્યું તો તમારો ફોન હેક થઈ શકે છે. હેકર્સ તમારા બેંક અકાઉન્ટમાંથી પૈસા ચાઉં કરી શકે છે અને તમારા વ્હોટ્સએપ અકાઉન્ટને હેક કરી શકે છે.

હેકર્સની માયાજાળથી આ રીતે બચો

આ પ્રકારના ફ્રોડથી બચવા માટે કોઈ પણ અજાણ્યા સોર્સથી એપ ડાઉનલોડ કરતાં બચો. એપના નવાં ફીચર્સ માટે ઓફિશિયલ એપ અપડેટનો જ સહારો લો. અજાણ્યા સોર્સ પરથી આવતા આ પ્રકારના ફ્રોડથી બચવા માટે તેને બ્લોક કરો અને અન્ય લોકોને પણ આવી લિંક્સ ફોરવર્ડ ન કરો.

(સંકેત)