Site icon Revoi.in

વોટ્સએપ બાદ હવે FB મેસેંજર-ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શરૂ થશે, મેસેજ વાંચ્યા બાદ થઇ જશે ગાયબ

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ બાદ હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક મેસેંજરમાં પણ વેનિશ મોડનું ફિચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચરથી હાલમાં જેવી રીતે સ્ટોરી થોડા સમય બાદ ડિલીટ થઇ જાય છે તેમ મેસેજ પણ ડિલીટ થઇ જશે. મેસેજ ગાયબ થઇ જવાની આવી સુવિધા માત્ર સ્નેપચેટમાં જ હતી, પરંતુ હવે વોટ્સએપ ટેલિગ્રામ જેવા તમામ પ્લેટફોર્મ પર આ ફીચર ઉપલબ્ધ છે. ઇન્સ્ટાગ્રામે તેના હોમ પેજ પર પણ ફેરફાર કર્યા છે. ભારતમાં લાગુ કરાયેલા રીલ્સ ટેબનો અમલ વિશ્વભરમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નેવિગેશન બારમાં શોપ બટન પણ ઉમેરવામાં આવી રહ્યું છે. હવે પસંદગીઓ અને ટિપ્પણીઓ માટે નોટિફિકેશન બટનને હોમપેજની ઉપર જમણા ખૂણામાં રજૂ કરવામાં આવશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ફેસબૂક દ્વારા સપ્ટેમ્બર મહિનામાં વેનિશ મોડની જાહેરાત કરવામાં આવી હતી. હવે તે મેસેંજર અને ઇન્સ્ટાગ્રામ પર આવી રહ્યું છે અને યૂઝર્સને ચેટ હિસ્ટ્રી વિના સીધો જ મેસેજ મોકલવાની મંજૂરી આપશે. આ સુવિધાને ચાલુ કરવા માટે તમે હાલના ચેટ થ્રેડ પર સ્વાઇપ કરી શકો છો જ્યારે બીજી વાર સ્વાઇપ તમને ફરીથી નિયમિત ચેટ મોડમાં આવી શકશો. ફેસબૂકે નોંધ્યું છે કે વેનિશન મોડનો ઉપયોગ ફક્ત તે લોકો સાથે થઇ શકે છે જેની સાથે તમે કનેક્ટ છો. આ ગ્રૂપ ચેટ નહીં પણ વન ટૂ વન ચેટમાં લાગૂ પડશે.

ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો તેમાં પહેલાથી આ સુવિધા ઉપલબ્ધ હતી જેમાં તમે વગર ચેટ હિસ્ટ્રીએ કોઇ પણ વ્યક્તિને મેસેજ કે વીડિયો મોકલી શકતા હતા. જો કે, એક વાર જોઇ લીધા પછી તે મેસેજ ગાયબ થઇ જતા હતા. હવે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા આ વેનિશ મોડની શરૂઆત કરવામાં આવી છે. આ મોડમાં પણ એવું જ છે. તમે જે મેસેજ મોકલશો તે થોડા સમયમાં ગાયબ થઇ જશે. આ સાથે જ મેસેજ ગાયબ થતા પહેલાં કોઇ સ્ક્રિન શોટ લેશે તો સામેની વ્યક્તિને નોટિફિકેશન મળશે.

નોંધનીય છે કે, અમેરિકા અને અન્ય દેશોમાં મેસેન્જર પર વેનિશ મોડ છે પરંતુ ઇન્સ્ટાગ્રામમાં આ સુવિધા ઉપલબ્ધ હતી. ઇનસ્ટાગ્રામ અનેક નવા સ્વરૂપમાંથી પસાર થઈ રહ્યુ છે. રીલ્સ ટેબ લોકોને પોતાની રચનાત્મક દુનિયાને લોકો સાથે જોડાવાનો અને વિશાળ ઑડિયન્સ સમૂહ સુધી પહોંચવાનો અવસર આપશે.

(સંકેત)