Site icon Revoi.in

ટ્વિટરને ઝટકો, આ દેશમાં ટ્વિટર પર લાગી રોક અને થઇ ભારતીય Kooની એન્ટ્રી

Social Share

નવી દિલ્હી: ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે નવા IT નિયમોને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે નાઇજીરીયાએ ટ્વિટર સામે મોટું પગલું ભર્યું છે. નાઇજીરીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને અનિશ્વિત સમય સુધી સસ્પેન્ડ કરી દીધું છે. ત્યારબાદ હવે નાઇજીરીયામાં સ્વદેશી માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ કૂ પ્રવેશ કરી ચૂક્યું છે. Koo હવે ભારત ઉપરાંત નાઇજીરીયાના માર્કેટમાં પણ પોતાના સ્થાનને વધુ મજબૂત બનાવશે.

કૂએ એક નિવેદનમાં કહ્યું છે કે, ભારતીય માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ નાઇજીરીયામાં પણ ઉપલબ્ધ છે. આ સાથે જ કૂએ કહ્યું હતું કે તે નાઇજીરીયામાં યૂઝર્સ માટે નવી સ્થાનિક ભાષાઓ જોડવા ઇચ્છે છે. આ ઘટના એટલા માટે મહત્વની છે કે, નાઇજીરીયા સરકારે કૂના પ્રતિસ્પર્ધી ટ્વિટર પર દેશમાં અનિશ્વિત સમય સુધી પ્રતિબંધ લગાવ્યો છે.

Kooના CEO અપ્રમય રાધાકૃષ્ણએ કહ્યું કે, અમે ત્યાં સ્થાનિક ભાષાઓ ઉમેરવાનો વિચાર કરી રહ્યા છીએ. રાધાકૃષ્ણએ કહ્યું કે અમારા માટે નાઇજીરીયામાં એક તક છે. કૂનો હેતુ એપમાં સ્થાનિક નાઇજીરીયન  ભાષાને ઉમેરવાનો છે. અમારું પ્લેટફોર્મ નાઇજીરીયન માર્કેટમાં વિસ્તૃત થવા માટે તૈયાર છે.

નોંધનીય છે કે, ટ્વિટરે બે દિવસ પહેલા નાઇજીરિયાના રાષ્ટ્રપતિ મોહમ્મુ બુહારીનું ઓફિશિયલ એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું હતું. ત્યારબાદ નાઇજીરીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરી દીધું.