Site icon Revoi.in

પીએમ મોદી અને યુરોપીયન પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો,અફ્ઘાનિસ્તાન મુદ્દે થઈ ચર્ચા

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાતે યુરોપીયન પરિષદના અધ્યક્ષ મહામહિમ ચાર્લ્સ મિશેલ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. નેતાઓએ અફઘાનિસ્તાનમાં હાલના ઘટનાક્રમો અને ક્ષેત્ર તથા દુનિયા પર તેની અસરો અંગે ચર્ચા કરી હતી. તેમણે કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલા ભીષણ આતંકી હુમલાની સ્પષ્ટપણે નિંદા કરી કે જે ઘટનામાં અનેક લોકોની જાનહાનિ થઈ હતી. તેમણે એક સ્થિર અને સુરક્ષિત અફઘાનિસ્તાનના મહત્વ પર ભાર આપ્યો હતો અને આ મામલે ભારત અને યુરોપીયન સંઘની સંભવિત ભૂમિકા પર ચર્ચા કરી હતી.

બંને નેતાઓ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ અને ખાસ કરીને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે સંપર્કમાં રહેવા પર સહમત થયા.

હાલ અફ્ઘાનિસ્તાનની સ્થિતિ દુનિયાના મોટાભાગના દેશો માટે ચિંતાનો વિષય બની છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોના નેતાઓ અફ્ઘાનિસ્તાનને લઈને ચર્ચા કરી રહ્યા છે કેવી રીતે અફ્ઘાનિસ્તાનની સ્થિતિમાં સુધારો આવે તે અંગે પ્રયાસો પણ કરી રહ્યા છે.

વિશ્વના તમામ દેશો તે વાતથી જાણકાર છે કે ભારતે અફ્ઘાનિસ્તાન અને અફ્ઘાનિસ્તાનની સામાન્ય જનતાના વિકાસ માટે કેટલા પગલા લીધા છે. ભારતે અફ્ઘાનિસ્તાનમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે અને મોટા ભાગના પ્રોજેક્ટો પણ હાથ ધર્યા છે જેમાં સંસદભવન, લાયબ્રેરી અને ડેમનો પણ સમાવેશ થાય છે.