Site icon Revoi.in

એમએસ યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓએ આઉટ સોર્સથી કરાતી કામગીરી સામે કર્યો વિરોધ

Social Share

વડોદરાઃ  એમ.એસ.યુનિવર્સિટીમાં હંગામી બિન શૈક્ષણિક કર્મચારીઓની કામગીરીનુ આઉટ સોર્સિંગ કરવામાં આવી રહ્યુ છે. એક ખાનગી એજન્સી દ્વારા હંગામી કર્મચારીઓ પાસે ફોર્મ ભરાવીને પાનકાર્ડ, આધારકાર્ડની વિગતો માગવામાં આવી રહી છે. ફોર્મ ન ભરનારા હંગામી કર્મચારીઓના પગાર રોકી દેવાની રજિસ્ટ્રાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આથી હંગામી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. અને યુનિવર્સિટીના ગાર્ડનમાં એકઠા થઈને દેખાવો કર્યા હતા.

એમ એસ યુનિવર્સિટીમાં વહિવટી કામગીરી માટે આઉટ સોર્સિંગના ભાગરુપે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે. અને એજન્સી દ્વારા કર્મચારીઓ પાસે ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે. નવાઈની વાત એ છે કે, આ ફોર્મ પર કોઈ એજન્સી કે યુનિવર્સિટીનુ નામ નથી અને ફોર્મમાં કર્મચારીઓને પાન કાર્ડ અને આધાર કાર્ડ જેવી અંગત અને સંવેનશીલ જાણકારી પૂરી પાડવાનો આદેશ અપાયો છે. જેના પગલે કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મંગળવારે હંગામી કર્મચારીઓએ વીજળીક વેગે હડતાળ પાડીને આઉટ સોર્સિંગનો વિરોધ કર્યો હતો. સાયન્સ ફેકલ્ટીની સામેના ગાર્ડનમાં સેંકડો કર્મચારીઓએ એકઠા થઈને દેખાવો કર્યા હતા.કર્મચારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, એજન્સીના ઈશારે કર્મચારીઓને બળજબરથી આઉટસોર્સિંગના ફોર્મ ભરવાની ફરજ પાડવામાં આવી રહી છે. જો ફોર્મ ના ભરીએ તો રજિસ્ટ્રાર પગાર અટકાવી દેવાની ધમકી આપી રહ્યા છે. યુનિવર્સિટી સત્તાધીશો 800 કર્મચારીઓના પેટ પર લાત મારીને એજન્સીને ફાયદો કરાવી રહ્યા છે. ખનગી એજન્સી હંગામી કર્મચારીઓને નોકરી પર રાખશે કે કેમ તેની કોઈ ગેરંટી નથી. દરમિયાન કર્મચારીઓએ આઉટ સોર્સિંગના વિરોધમાં આજે બુધવારથી તબક્કાવાર લડત આપવામાં આવશે.