Site icon Revoi.in

કાશ્મીરમાં ફરી આતંકી હુમલો,શોપિયાંમાં પરપ્રાંતિય મજૂરો પર ગ્રેનેડ ફેંકાયો,2 ઘાયલ

Social Share

શ્રીનગર:કાશ્મીરમાં પરપ્રાંતીયોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.26 દિવસમાં ટાર્ગેટ કિલિંગની 10 ઘટનાઓ બની છે.હવે આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં પરપ્રાંતિય મજૂરોને નિશાન બનાવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં બે મજૂરો ઘાયલ થયા છે.

જોકે શરૂઆતમાં એવી માહિતી સામે આવી રહી હતી કે,આ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાથી કામદારો ઘાયલ થયા છે.પરંતુ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે,આ આતંકવાદી હુમલો છે.સિલિન્ડરમાં વિસ્ફોટની કોઈ ઘટના નથી

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શોપિયનના અગલર ઝૈનાપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં બે પરપ્રાંતિય મજૂરો ઘાયલ થયા હતા. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

વિસ્ફોટમાં બે પરપ્રાંતિય મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે.બ્લાસ્ટ થતાં જ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી.લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા.

ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.ઘટનાસ્થળે પહોંચી પોલીસે તપાસ હાથ ધરી હતી.તપાસમાં જાણવા મળ્યું છે કે,આતંકવાદીઓએ પરપ્રાંતિયો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં બે મજૂરો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે.