Site icon Revoi.in

પાકિસ્તાનમાં આતંકી હિંસા અને અશાંતિ ચરમસીમાએ: જુલાઈમાં સુરક્ષા દળોના 200થી વધુ જવાનોના મોત

India declares 23 enemies hiding in Pakistan as terrorists

India declares 23 enemies hiding in Pakistan as terrorists

Social Share

નવી દિલ્હી, 3 ઓગસ્ટ 2026: પડોશી દેશ પાકિસ્તાનમાં આતંકવાદી હિંસા, અસંતોષ અને સુરક્ષા દળો પરના ઘાતક હુમલાઓનો સિલસિલો સતત ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. પાકિસ્તાની થિંક ટેન્ક, સુરક્ષા સૂત્રો અને સત્તાવાર અહેવાલોના હવાલાથી એવા દાવા કરવામાં આવ્યા છે કે, માત્ર જુલાઈ 2026ના એક જ મહિનામાં પાકિસ્તાનના લશ્કરી અને સુરક્ષા પ્રતિષ્ઠાનના 200થી વધુ કર્મચારીઓ મોતને ભેટ્યા છે. આ જાનહાનિઓમાં આતંકી હુમલા, સૈન્ય ઓપરેશન દરમિયાન થયેલા નુકસાન, ટાર્ગેટ કિલિંગ, ડ્યુટી બહાર કરવામાં આવેલા ઘાતક હુમલાઓ અને બલૂચિસ્તાનમાં બનેલી હિંસક ઘટનાઓ સામેલ છે.

‘પાકિસ્તાન સિક્યોરિટી વોચ’ના તાજેતરના આંકડા મુજબ, 1 જાન્યુઆરીથી 1 ઓગસ્ટ 2026 સુધીના સમયગાળામાં પાકિસ્તાનભરમાં 760 કરતાં વધુ આતંકવાદી અને ઉગ્રવાદી હુમલાઓ થઈ ચૂક્યા છે. ખાસ કરીને એકલા જુલાઈ મહિનામાં જ 180થી વધુ હિંસક ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં સીધી રીતે પાકિસ્તાની સુરક્ષા વ્યવસ્થા અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. વિવિધ રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષની શરૂઆતથી લઈને મધ્ય જુલાઈ સુધીમાં 820થી વધુ પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ પોતાના પ્રાણ ગુમાવી ચૂક્યા છે. DG ISPR ની માસિક બ્રીફિંગમાં પણ સ્વીકારવામાં આવ્યું હતું કે ચાલુ વર્ષના પ્રારંભિક સાત મહિનામાં સેનાના સેંકડો જવાનો માર્યા ગયા છે.

આતંકવાદ અને આંતરિક સંઘર્ષોની આ લપેટમાં માત્ર સૈનિકો જ નહીં, પરંતુ 600થી વધુ સામાન્ય નાગરિકો પણ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ આંકડાઓમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાની સુરક્ષા દળોની દમનકારી કાર્યવાહીમાં ભોગ બનેલા નાગરિકો પણ સામેલ છે. PoK માં સતત વધી રહેલા તણાવ અને વિરોધ પ્રદર્શનોની સ્થિતિ હવે પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની રહી છે, અને આ આંતરિક અશાંતિનું ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાની એજન્સીઓ દ્વારા ભારતના જમ્મુ-કાશ્મીર ક્ષેત્રમાં અશાંતિ ફેલાવવાની કુટિલ ચાલ ચાલવામાં આવી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વર્ષના અંત સુધીમાં મૃત્યુઆંક 1600 વટાવવાની ભીતિજો પાકિસ્તાનમાં સુરક્ષા દળો પર હુમલાઓનું આ વર્તમાન વલણ ચાલુ રહેશે, તો વર્ષ 2026ના અંત સુધીમાં પાકિસ્તાની સૈન્ય દળોના 1600 થી 1700 જેટલા જવાનોના મોત નીપજવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ એટલે કે 2025 દરમિયાન પાકિસ્તાનના સુરક્ષા તંત્રએ 1317 જવાનો ગુમાવ્યા હતા, જેને વર્ષ 1971 પછી પાકિસ્તાન માટે સૌથી લોહિયાળ વર્ષ ગણાવવામાં આવ્યું હતું. આ આંકડાઓ સ્પષ્ટ સાબિતી આપે છે કે પાકિસ્તાનમાં આતંકવાદ હવે બેકાબૂ બનીને ખુદ તેના પોતાના જ સુરક્ષા તંત્રને ભસ્મીભૂત કરી રહ્યો છે।

Exit mobile version