Site icon Revoi.in

નર્મદાની કેનાલમાં આજથી મરામરના કામો શરૂ કરાતા થરાદ નગરપાલિકાને પાણી નહીં મળે

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડાં પડવાના બનાવો બનતા હોય છે. તેના લીધે આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકશાન થતું હોય છે. આથી નર્મદા કેનાલની મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે. કેનાલમાં પાણી બંધ કરીને જ્યાં જ્યાં કેનાલની દીવાલો ક્ષતિગ્રસ્ત જણાશે, ત્યારે રિપેરિંગ કરવામાં આવશે. કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાતા થરાદ નગરપાલિકાને પાણી નહીં મળે. આ કામ બે તબક્કે એકાદ મહિનો ચાલશે. તેથી નગરપાલિકા દ્વારા ટ્યુબવેલથી પાણી મેળવીને વિતરણ કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મેઇન કેનાલ રીપેરીંગ અને લીકેજ બંધ કરવા માટે આજથી બે તબક્કામાં એક મહિનો પાણી બંધ રહેશે. થરાદ નગરપાલિકા દ્વારા 2- ટ્યુબવેલ તથા 5 જેટલાં શેલો બોર બનાવી વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ છે. જોકે નગરપાલિકા દ્વારા પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની પણ  અપીલ કરી છે.

થરાદ નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મેઇન કેનાલ રીપેરીંગ તથા લીકેજ થતું બંધ કરવા માટે આગામી તારીખ 1/5/2023 થી તા.15/5/2023 તેમજ તા.15/6/2023 થી તા.30/6/2023 સુધી એમ બે તબક્કે બંધ રહેનાર હોઇ, આ સમય દરમિયાન નગરજનોને પાણીની સમસ્યા ન થાય તે માટે નગરપાલિકા દ્વારા 2- ટ્યુબવેલ તેમજ 5 જેટલાં શેલો બોર ઓછી ઉંડાઇના-100 ફુટ સુધીના બનાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. કેનાલ જેટલો પાણીનો જથ્થો ઉપલબધ્ધ થઇ શકશે નહીં. આથી થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ નગરજનોને અપિલ કરી છે કે,, કોઇએ પાણીનો બગાડ કરવો નહીં. નળ ખુલ્લા રાખવા નહીં કે મોટર દ્વારા પાણી ખેંચવું નહીં. પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવો તથા નગરજનોને આંતરા દિવસે પાણી આપવામાં આવશે