Site icon Revoi.in

બનાસકાંઠાના થરાદ વાવ સુઈગામ કમાન્ડની નર્મદા કેનાલમાં પાણી ચાલુ રાખવા રજુઆત

Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદ, વાવ, અને સુઈગામના કમાન્ડ એરિયામાં નર્મદા કેનાલમાં પાણી 30મી એપ્રિલ સુધી ચાલુ રાખવા ખેડુતોએ માગ કરી છે. અને આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજુઆત કરવામાં આવી છે. કે, વાવ થરાદ સુઈગામ વિસ્તારના કમાન્ડ  વિસ્તારના ખેડૂતોએ પશુઓ માટે ઘાસચારો વાવેલો છે. જે હજુ એક મહિનો પાણી મળી રહે તો પશુઓને નિભાવામાં મુશ્કેલ ન બને જેથી 30 એપ્રિલ સુધી પાણી આપવામાં આવે તે જરૂરી છે.

બનાસકાંઠા જિલ્લો ખેતી ઉપરાંત પશુપાલનથી લોકો રોજગારી મેળવી રહ્યા છે. એટલે પશુઓ માટે ઘાસચારાનું વાવેતર પણ સારાએવા પ્રમાણમાં થાય છે. જિલ્લાના થરાદ, વાવ અને સુઈગામના નર્મદા કેનાલ કમાન્ડ વિસ્તારના ઘણાબધા ખેડુતોએ પશુઓ માટે ઘાસચારાનું વાવેતર કર્યું છે. હવે એપ્રિલના અંત સુધી કેનાલમાં પાણી આપવામાં આવે તો ખેડુતો ઘાસચારાનું સારૂએવું ઉત્પાદન કરી શકે તેમ છે.

રાજ્યના મુખ્યમંત્રીને વાવ તાલુકાના ખેડુતોએ પત્ર લખીને રજૂઆત કરી હતી કે, વાવ થરાદ સુઈગામ વિસ્તારના કમાન્ડ એરીયામાં  આવતી નર્મદા કેનાલમાં પાણી 30 એપ્રિલ સુધી વધારવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે, તમામ ખેડૂતોએ પશુ નિભાવવા માટે રવિ સિઝનમાં ઘાસચારાનું વાવેતર કરેલું છે. ઘાસચારાને બચાવવા માટે નર્મદા કેનાલમાં પાણી તારીખ 30 એપ્રિલ સુધી એક મહિનો વધારી આપવામાં આવે તેવી વાવ થરાદ સુઈગામ વિસ્તારના તમામ ખેડૂતોની માંગ છે. ચોમાસાના હજુ ત્રણ મહિના બાકી છે. એટલે પશુઓને બચાવવા માટે ઘાસચારો જરૂરી છે. એટલે વાવ થરાદ અને સુઈગામ વિસ્તારની કમાન્ડ કેનાલમાં એપ્રિલના અંત સુધી પાણી ચાલુ રાખવાની માગ છે.