Site icon Revoi.in

PM મોદીના ‘મન કી બાત કાર્યક્રમ’નો 100 મો એપિસોડ એપ્રિલમાં , વિશ્વભરમાં પ્રસારિત કરવાની  યોજના

Social Share

દિલ્હીઃ- દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો પર પીએમ મોદીનો મન કી બાત કાર્ય્કરમ પ્રસારિત કરવામાં આવે છે ત્યારે આ મહિનાનાના છેલ્લા રવિવારે 99મો એપિસોડ પ્રસારિત થવા જઈ ર્હયો છે તો અપ્રિલમાં તેનો 100મો એપિસોડ રજૂ થવાનો છે.

પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમના 100 મા એપિસોડને લઈને અત્યારથી જ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે,ઓલ ઈન્ડિયા રેડિયોનો સૌથી લોકપ્રિય કાર્યક્રમ વડાપ્રધાનની મન કી બાત 30 એપ્રિલે તેની 100મી આવૃત્તિ પૂર્ણ કરશે.

રેડિયો દ્વારા નાગરિકો સાથે વડાપ્રધાનનો અનોખો અને સીધો સંવાદ મન કી બાતના અત્યાર સુધીમાં 98 એપિસોડ પૂરા થયા છે. તે સ્વચ્છ ભારત, બેટી બચાવો બેટી પઢાવો, જળ સંરક્ષણ, સ્થાનિક માટે વોકલ વગેરે જેવા સામાજિક ફેરફારોના પ્રવર્તક, માધ્યમ અને સમર્થક છે. આ કાર્યક્રમે ખાદી, ભારતીય રમકડા ઉદ્યોગ, આરોગ્યમાં સ્ટાર્ટઅપ્સ જેવા ઉદ્યોગો પર જબરદસ્ત અસર દર્શાવી છે.

આ કાર્યક્રમનો આરંભ 3 ઓક્ટોબર, 2014ના રોજ વિજયાદશમીથી થયો હતો જે આજદિન ચાલી આવી રહ્યો છે. પ્રતિષ્ઠિત કાર્યક્રમ અત્યાર સુધીમાં તેની 98 આવૃત્તિઓ પૂર્ણ કરી ચૂક્યો છે. શતાબ્દી એપિસોડ માટે, ઓલ ઈન્ડિયા રેડિયો 15 માર્ચથી ભારતના પરિવર્તન પર કાર્યક્રમની અસર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક વિશેષ શ્રેણી શરૂ કરી રહ્યું છે. 

આ શ્રેણી અત્યાર સુધીના મન કી બાત એપિસોડ્સમાં વડાપ્રધાન દ્વારા પ્રકાશિત કરાયેલી 100 ઓળખી કાઢેલી થીમ્સને આગળ લાવશે. મન કી બાતના દરેક એપિસોડને લગતા વડાપ્રધાનના સાઉન્ડ બાઈટ ઓલ ઈન્ડિયા રેડિયો નેટવર્ક પરના તમામ બુલેટિન અને અન્ય કાર્યક્રમોમાં પ્રસારિત કરવામાં આવશે. તે 15 માર્ચથી ઓન-એર થશે અને 29 એપ્રિલે સમાપ્ત થશે.

દેશમાં 42 વિવિધ ભારતી સ્ટેશનો, 25 એફએમ રેઈનબો ચેનલો, 4 એફએમ ગોલ્ડ ચેનલો અને 159 પ્રાથમિક ચેનલો સહિત વિવિધ એઆઈઆર સ્ટેશનો દ્વારા વિશેષ શ્રેણીનું સંચાલન કરવામાં આવશે.આ સાથે જ  પ્રદેશોમાં તમામ મુખ્ય બુલેટિન્સમાં પ્રસારિત કરવામાં આવશે. નાગરિકો આ કાર્યક્રમ ‘ન્યૂઝ ઓન એર’ એપ અને ઓલ ઈન્ડિયા રેડિયોની યુટ્યુબ ચેનલો પર પણ સાંભળી શકે છે.

Exit mobile version