Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને 3 વર્ષ પુરા થવા પર સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જારી કર્યું

Social Share

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને 5 ઓગસ્ટે 3 વર્ષ પુરા થવા પર એજન્સીઓએ એલર્ટ જારી કર્યું જમ્મુ કાશ્મીર અને પંજાબમાં સુરક્ષા વધારાઈ આવતી કાલે કલમ 370 ટહાવ્યાને 3 વર્ષ પુરા થવા પર એલર્ટ જારી કર્ય છે.

શ્રીનગર- કેન્દ્રની સરકારે ત્રણ વર્ષ પહેલા 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હતી. તે સમયે સરકારે તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું હતું. આવતીકાલે એટલે કે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાના ત્રણ વર્ષ પૂર્ણ થશે.છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન આ બાબતે યુએનમાં પણ અનેક મુદ્દાઓ ઉઠાવી ચૂક્યું છે પરંતુ પાકિસ્તાને દર વખતે હારનો સામનો કરવો પડી રહ્યો છે, પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓ હંમેશા કાશ્મીરને નિશાન બનાવાના ફિરાક માં હોય છે ત્યારે આવતી કાલના ખાલ દિવસને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે.

આવતી કાલે 3 વર્ષ પુરા થવા પર જમ્મુ અને પંજાબમાં મોટી આતંકી કાર્યવાહી કરી શકે છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. જે મુજબ આતંકી સંગઠનો આ દિવસે કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં છે

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં આ દિવસે કોઈ મોટી આતંકવાદી ઘટના બની નથી. જેના કારણે આતંકવાદી સંગઠનો ભારે દબાણમાં છે. આતંકવાદી સંગઠનોને જમ્મુ-કાશ્મીર અને પંજાબના સરહદી વિસ્તારોમાં મોટી ઘટનાઓને અંજામ આપવા માટે કહેવામાં આવ્યું છે.

પાકિસ્તાનમાં બેસેલા આતંકીઓએ ભારતમાં આતંકવાદ ફેલાવાની જાણે જેમ્મેદારી સોંપી છે ત્યારે આવતી કાલનો દિવસ ખૂબ ખાસ માનવામાં આવી રહ્યો છે,છેલ્લા 3 વર્ષથી કોઈ ઘટના આ દિવસે ન સર્જાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે

આ દિવસે આતંકી ઘટના  ન બને તે માટે પંજાબની સરહદો તેમન જમ્મુ કાશ્મીરના ખાસ સરહદી વિસ્તાર સહીત સમગ્ર પ્રદેશમાં પોલીસ,સેનાઓ ભારે પ્રમાણમાં તૈયાન કરવામાં આવી છે.આતંકવાદને લઈને દિલ્હીમાં પણ એલર્ટ જારી કરાયું છે,15 ઓગસ્ટ પાસે આવી રહી છે ત્યારે દિલ્હી પણ સતર્ક બન્યું છે,