Site icon Revoi.in

વાયુદળના વિમાન દ્વારા ઓક્સિજનનો જથ્થો જામનગરમાં પહોંચાડાયો

Social Share

જામનગરઃ  શહેર-જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગમાં ધરખમ વધારો થયો છે, જેને પહોંચી વળવા કલેક્ટર તંત્ર અને હોસ્પિટલ દિવસ-રાત એક કરી રહ્યું છે ત્યારે એરફોર્સના વિમાન દ્વારા પણ ઓક્સિજનનો જથ્થો જામનગર પહોંચ્યો હોવાના સમાચારથી લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર શહેરમાં મોટાભાગના કોવિડ કેર સેન્ટરોમાં ઓક્સિજન ખૂટવાની અણી પર છે. આ પરિસ્થિતિ વચ્ચે એરફોર્સનું મહત્વકાંક્ષી સી-17 ગ્લોબ માસ્ટર ઓક્સિજનનો જથ્થો લઇ આવી પહોંચ્યું હતું. જયપુરથી જામનગર આ જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. જામનગર આવેલ આ જથ્થો કયાં અને કોને વિતરણ કરવામાં આવશે ? એનો જવાબ આપવામાં તંત્રએ અસમર્થતા દર્શાવી છે.

જામનગર એયરફોર્સના ફેસબુક પેઈજ પર મુકવામા આવેલી એક પોસ્ટ મુજબ જામનગરમાં પણ જયપુરથી ઈન્ડિયન એરફોર્સના વિમાનમાં ઓક્સિજનના ક્ન્ટેનર આવ્યા હતા. જો કે, આ અંગે એરફોર્સ તરફતી કોઈ સત્તાવાર માહિતી આપવામા આવી નથી. જામનગરમાં સી-17 ગ્લોબ માસટર વીમાન દ્વારા લાવવામા આવેલો ઓક્સિજનનો જથ્થો કઈ જગ્યા પર લઈ જવાયો અને કોને વિતરણ કરવામા આવ્યો તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામા આવી નથી.